જુહી ચાવલાએ દીકરીની ગ્રેજ્યુએશન સેરેમનીનો ફોટોઝ શેર કર્યો:કહ્યું, 'મને મારી દીકરી પર ગર્વ છે', પ્રિયંકા ચોપરા, રવિના ટંડને અભિનંદન પાઠવ્યા

4 દિવસ પહેલા
  • કૉપી લિંક

જુહી ચાવલાની દીકરી જ્હાન્વી મહેતા કોલંબિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થઈ છે. જુહી ચાવલાએ આ અવસર પર પોતાની દીકરીના ગ્રેજ્યુએશન સેરેમનીનો ફોટો શેર કર્યો છે. પ્રિયંકા ચોપરા અને રવિના ટંડને પણ જુહી અને તેની પુત્રીને અભિનંદન પાઠવ્યા છે.

મને મારી દીકરી પર ગર્વ છેઃ જુહી
ફોટો શેર કરતા જુહીએ લખ્યું, અમને મારી દીકરી પર ગર્વ છે. ફોટામાં જુહી અને તેના પતિ જય મહેતા તેમની પુત્રી સાથે પોઝ આપતાં જોવાં મળે છે. જ્હાન્વીએ સેરેમનીમાં બ્લુ કલરનો ગ્રેજ્યુએશન રોબ પહેર્યો છે.

જ્હાન્વીની સાથે તેનો નાનો ભાઈ અર્જુન મહેતા પોઝ આપતો જોવા મળી રહ્યો છે.
જ્હાન્વીની સાથે તેનો નાનો ભાઈ અર્જુન મહેતા પોઝ આપતો જોવા મળી રહ્યો છે.

પ્રિયંકા ચોપરાએ અભિનંદન પાઠવ્યા હતા
આ પોસ્ટ પર અભિનંદન આપતાં પ્રિયંકા ચોપરાએ લખ્યું, 'અભિનંદન'. જ્યારે અભિનેત્રી તનિષા મુખર્જી અને ભાગ્યશ્રીએ પણ આ પોસ્ટ પર અભિનંદન પાઠવ્યા છે. આ પોસ્ટ પર કેટલાક ચાહકો જુહીની પુત્રીના વખાણ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'તમારી દીકરીની સ્માઈલ બિલકુલ તમારા જેવી છે'.