તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘સચ કહું તો’નાં ખુલાસા પર રિએક્શન:સતીશ કૌશિકે કારણ જણાવ્યું, કેમ તેઓ પ્રેગ્નન્ટ નીના ગુપ્તા સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતીશે કહ્યું, હું નીનાને એકલી જોઇને ચિંતિત હતો આથી મેં એવું કહ્યું હતું
  • નીનાનો પતિ વિવેક સતીશનો સારો મિત્ર છે

એક્ટ્રેસ નીના ગુપ્તાએ હાલમાં જ પોતાની ઓટોબાયોગ્રાફી ‘સચ કહું તો’ લોન્ચ કરી છે. બુકમાં નીનાએ પોતાની લાઈફ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જર્ની વિશે કહ્યું છે. પુસ્તકમાં પોતાના મિત્ર સતીશ કૌશિક વિશે એક રસપ્રદ ખુલાસો કર્યો છે. નીના જ્યારે પ્રેગ્નન્ટ હતી ત્યારે સતીશ કૌશિકે તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. સતીશે હવે આ વાત પર રિએક્શન આપ્યું છે. સતીશે કહ્યું, હું નીનાને એકલી જોઇને ચિંતિત હતો આથી મેં એવું કહ્યું હતું.

એક્ટરે કહ્યું, ઓટોબાયોગ્રાફીમાં જે પણ લખ્યું છે તે બધું એક દોસ્તના રૂપે મારો પ્રેમ દેખાડવાની રીત છે. હું નીનાને એકલી જોઇને ચિંતિત હતો. મેં જ્યારે નીનાને મેરેજ માટે ઓફર કરી ત્યારે આ ઓફર મારી મિત્ર માટે તે સમયે હસી-મજાક, ચિંતા, સન્માન અને સપોર્ટનું એક રૂપ હતું.

નીનાનો પતિ વિવેક સતીશનો સારો મિત્ર છે
સતીશે જૂની ઘટના યાદ કરતાં કહ્યું, જેમ બુકમાં લખ્યું છે કે કે મેં નીનાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. હું એ સમયે તેને કહેતો હતો, ચિંતા કેમ કરે છે? હું છું ને. એ પછી નીનાની આંખમાં આંસુ આવી ગયા હતા. તે દિવસથી અમારી મિત્રતા વધારે મજબૂત થઈ ગઈ. હું ખુશ છું કે તેણે એક એક્ટર તરીકે ઘણું સારું કામ કર્યું છે. નીનાનો પતિ વિવેક મહેરા મારો સારો મિત્ર છે. ઓટોબાયોગ્રાફી પ્રમાણે, નીના જ્યારે પ્રેગ્નન્ટ હતી, ત્યારે સતીશે કહ્યું હતું કે, ચિંતા ના કર, જો બાળક ડાર્ક સ્કિન સાથે જન્મશે તો તું કહી શકે છે કે આ મારું બાળક છે અને આપણે લગ્ન કરી લઈશું. કોઈને શંકા નહીં જાય.

નીના ગુપ્તા છેલ્લે ‘સરદાર કા ગ્રાન્ડસન’માં દેખાઈ હતી
આ ફિલ્મમાં નીના ગુપ્તાએ 90 વર્ષની દાદીનો રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાં અર્જન કપૂર તેના પૌત્રના રોલમાં છે. આ ફિલ્મ ઉપરાંત નીના ટૂંક સમયમાં 83, ડાયલ 100 અને ગ્વાલિયરમાં દેખાશે.