તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલિવૂડમાં કોરોના:સતીશ કૌશિકને રજા મળી, 8 વર્ષીય દીકરી હજી હોસ્પિટલમાં; કહ્યું- તેના રડવાનો અવાજ સાંભળી દિલ તૂટી જાય છે

મુંબઈ2 મહિનો પહેલા

થોડાં સમય પહેલાં સતીશ કૌશિકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શરૂઆતમાં તે હોમ ક્વૉરન્ટીન હતા. જોકે, પછી તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. હવે તેમને રજા આપી દેવામાં આવી છે.

ફિલ્મમેકર, કોમેડિયન તથા એક્ટર સતીશ કૌશિક કોરોનામાંથી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જોકે, તેમની 8 વર્ષની દીકરી વંશિકા છેલ્લાં 5 દિવસથી હોસ્પિટલમાં છે. 64 વર્ષીય સતીશ હોસ્પિટલમાં દાખલ થયા ત્યારબાદ વંશિકામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. વંશિકાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

મારી દીકરી માટે દુઆ કરોઃ સતીશ
વેબ પોર્ટલ બોલિવૂડ હંગામાના રિપોર્ટ પ્રમાણે, સતીશે કહ્યું હતું કે તે રિકવર થઈ રહ્યા છે અને થોડાં દિવસ ઘરમાં જ ક્વૉરન્ટીન રહેશે. જોકે, તેમની દીકરી વંશિકા પાંચ દિવસથી હોસ્પિટલમાં દાખલ છે. તેનો કોવિડનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. જોકે, તાપમાન હજી પણ સામાન્ય થયું નથી. તેના માટે દુઆ કરો.

દીકરી તથા પત્ની સાથે સતીશ કૌશિક
દીકરી તથા પત્ની સાથે સતીશ કૌશિક

દીકરીના રડવાનો અવાજ સાંભળીને દિલ ભાંગી પડે છે
કોવિડની અનિશ્ચિતતા અંગે સતીશે કહ્યું હતું, 'આ એક સમસ્યા છે. કોવિડ 19 અંગે કોઈ નિશ્ચિતિતા નથી. ખરાબ વાત એ છે કે મારી દીકરીનો કોવિડ 19નો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે, છતાં તે બીમાર છે. તેને 100-101 જેટલો તાવ રહે છે. ફોન પર તેનો રડવાનો અવાજ સાંભળીને મારું દિલ રડી પડે છે. ભગવાન પોતાના બાળકોને આ મુશ્કેલ સમયમાં સુરક્ષિત રાખે.'

જુલાઈ 2012માં દીકરીનો જન્મ થયો હતો
વંશિકાનો જન્મ 15 જુલાઈ, 2012માં સરોગસીની મદદથી થયો હતો. તે સમયે સતીશની ઉંમર 57 વર્ષની હતી. તેમના ઘરમાં આ ખુશી દીકરા શાનુના મોતના 16 વર્ષ બાદ આવી હતી. દીકરીના જન્મના વધામણા આપતા કહ્યું હતું, 'આ એક બાળક માટે અમારી લાંબી તથા દર્દનાક રાહનો અંત છે.' શાનુ 2 વર્ષનો ત્યારે તેનું મોત થયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો