તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંતિમ વિદાય:લુધિયાણામાં કોવિડ પ્રોટોકોલથી સતીશ કૌલના અંતિમ સંસ્કાર થયા, એક્ટરની ઘર લેવાની ઈચ્છા અધૂરી રહી ગઈ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
300થી વધુ ફિલ્મમાં કામ કરનાર સતીશે સિરિયલ 'મહાભારત'માં ઈન્દ્રનો રોલ પ્લે કર્યો હતો - Divya Bhaskar
300થી વધુ ફિલ્મમાં કામ કરનાર સતીશે સિરિયલ 'મહાભારત'માં ઈન્દ્રનો રોલ પ્લે કર્યો હતો
  • લુધિયાણાની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા
  • સતીશ કૌલે પંજાબી, હિંદીમાં 300થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું

પંજાબી ફિલ્મના અમિતાભ બચ્ચન કહેવાતા સતીશ કૌલનું 74 વર્ષની ઉંમરમાં અવસાન થયું હતું. એક્ટરના અંતિમ સંસ્કાર કોવિડ પ્રોટોકોલ ફોલો કરીને કરવામાં આવ્યા. તેમને લુધિયાણાના મોડલ ટાઉન ક્રીમેટોરિયમમાં મુખાગ્નિ આપવામાં આવી. તેઓ કોરોના પોઝિટિવ હતા. 300થી વધુ ફિલ્મમાં કામ કરનાર સતીશે સિરિયલ 'મહાભારત'માં ઈન્દ્રનો રોલ પ્લે કર્યો હતો. 74 વર્ષીય સતીશને તેમના અંતિમ દિવસોમાં સરકારની મદદ ના મળી કે ઇન્ડસ્ટ્રીમાંથી પણ કોઈની મદદ ના મળી. એટલું જ નહિ પણ તેમની સારવાર પણ એક ચેરિટેબલ હોસ્પિટલમાં ચાલુ હતી.

ઘર લેવાનું સપનું અધૂરું રહી ગયું
ગયા વર્ષે લોકડાઉન દરમિયાન સતીશે એક ઇન્ટરવ્યૂમાં પોતાની મુશ્કેલ પરિસ્થિતિ જણાવી હતી. તેમણે કહ્યું હતું, હું દવાઓ, કરિયાણાની વસ્તુઓ અને જરૂરિયાતની બેઝિક વસ્તુઓ ખરીદવા માટે સંઘર્ષ કરી રહ્યો છું. હું ઇન્ડસ્ટ્રીના લોકોને મદદ કરવા વિનંતી કરી રહ્યો છું. મને એક એક્ટર તરીકે ઘણો પ્રેમ મળ્યો. મારી ઈચ્છા છે કે હું સારી જગ્યાએ ઘર લઇ શકું. ત્યાં હું શાંતિથી રહી શકું. એક્ટિંગની આગ હજુ પણ મારા અંદર છે. તે ઓલવાઈ નથી. કાશ..મને કોઈ કામ આપી દે. હું કોઈ પણ રોલ કરી લઈશ. હું ફરીથી એક્ટિંગ કરવા માટે એક્સાઈટેડ છું.

લુધિયાણામાં તબિયત બગડી હતી
લુધિયાણામાં તબિયત બગડી હતી

કોરોનાને કારણે નિધન
સતીશ કૌલની બહેન સુષ્મા કૌલે કહ્યું હતું, 'તે લુધિયાણામાં રહેતા હતા. પાંચ દિવસ પહેલાં તેમને તાવ આવ્યો હતો. જોકે, તે સમયે તેમણે કોવિડ 19નો ટેસ્ટ કરાવ્યો નહોતો, કારણ કે તેમને ડર હતો કે તેઓ પોઝિટિવ આવશે. 3 દિવસ પહેલાં તેમની પરિસ્થિતિ ઘણી જ બગડી હતી અને તેમની કેર ટેકર તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ હતી. અહીંયા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, પરંતુ તેમની સ્થિતિ સારી હતી. આજ સવારે જ મેં તેમની સાથે વાત કરી હતી. જોકે, થોડાં કલાક બાદ જ તેમના અવસાનના સમાચાર આવ્યા હતા.'

2011માં પંજાબથી મુંબઈ આવ્યા હતા
સતીશ કૌલ 2011માં મુંબઈથી પંજાબ એક્ટિંગ સ્કૂલ શરૂ કરવા માટે આવ્યા પણ તેમાં તેમને ખાસ સફળતા ન મળી. 2014માં તેમને હિપ બોન ફ્રેક્ચર થયું હતું અને આ જ કારણે તેઓ અઢી વર્ષ માટે પથારીમાં હતા. ત્યારબાદ તેઓ પંજાબમાં વૃદ્ધાશ્રમ ગયા અને ત્યાં બે વર્ષ રહ્યા.

સતીશ કૌલે અનેક પંજાબી ફિલ્મમાં હીરો તરીકે કામ કર્યું હતું
સતીશ કૌલે અનેક પંજાબી ફિલ્મમાં હીરો તરીકે કામ કર્યું હતું

લગ્નના એક વર્ષ બાદ ડિવોર્સ
સતીશ કૌલના લગ્નના એક વર્ષ બાદ જ ડિવોર્સ થયા હતા. તેમની પત્નીએ બીજા લગ્ન કર્યાં અને તે દીકરાને લઈ ડર્બન (દક્ષિણ આફ્રિકા) જતી રહી હતી.

જયા બચ્ચન-ડેની બેચમેટ
1969માં ફિલ્મ એન્ડ ટેલિવિઝ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયામાં અભ્યાસ કરતાં સમયે સતીશ કૌલની સાથે જયા ભાદુરી, ડેની, આશા સચદેવ, અનિલ ધવન જેવા કલાકારો તેમના બેચમેટ હતા. અભ્યાસ પૂરો થયા બાદ સતીશ કૌલે અનેક પંજાબી ફિલ્મમાં હીરો તરીકે કામ કર્યું હતું. તેમને હિંદી ફિલ્મમાં ખાસ સફળતા મળી નહીં. જોકે, તેમણે દિલીપ કુમાર, અમિતાભ બચ્ચન, દેવાનંદ, વિનોદ ખન્ના જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું.

બીઆર ચોપરા પાસે કામ માગ્યું હતું
એક ઈન્ટરવ્યૂમાં સતીશ કૌલે કહ્યું હતું કે ધીમે ધીમે કામ મળતું બંધ થઈ ગયું હતું અને એક દિવસ તેઓ 'મહાભારત'ના પ્રોડ્યૂસર બી આર ચોપરાની ઓફિસ ગયા અને એકદમ ઊંચા અવાજમાં કહ્યું હતું કે પંજાબી હોવાને નાતે જો તમે કામ નહીં આપો તો કોણ આપશે? પછી તેમને ઈન્દ્રનો રોલ મળ્યો અને સાઈનિંગ અમાન્ટ તરીકે 5 હજાર રૂપિયા આપ્યા હતા. બે દિવસ બાદ ફિલ્મસિટીમાં ક્રાંતિ મેદાનમાં શૂટિંગ પર આવવાનું કહ્યું હતું.

સરકારે 5 લાખ રૂપિયાની મદદ કરી હતી, પણ તે સારવારમાં ખર્ચાઈ ગયા
સરકારે 5 લાખ રૂપિયાની મદદ કરી હતી, પણ તે સારવારમાં ખર્ચાઈ ગયા

આ રીતે પૈસા વપરાઈ ગયા
અંદાજે 25-26 વર્ષ પહેલાં સતીશ કૌલના માતા-પિતાને કેન્સર થતાં સારવાર માટે તેમણે મુંબઈમાં વર્સોવા સ્થિત ફ્લેટ અઢી લાખ રૂપિયામાં વેચ્યો હતો. બાકીના પૈસામાંથી નાની બહેનના લગ્ન કર્યાં હતાં. થોડાં વર્ષો પહેલાં લુધિયાણામાં એક્ટિંગ સ્કૂલ પાર્ટનરશિપમાં શરૂ કરી હતી, પરંતુ તેમાં 20 લાખથી વધુનું નુકસાન થયું હતું. થોડાંક વર્ષ પહેલાં સરકારે 5 લાખ રૂપિયા મદદ કરી હતી. જોકે, આ પૈસા દવા તથા સારવારમાં ખર્ચ થઈ ગયા હતા.

300થી વધુ ફિલ્મમાં કામ
સતીશ કૌલે પંજાબી, હિંદીમાં 300થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું, જેમાં 'આંટી નંબર 1', 'પ્યાર તો હોના હી થા', 'ખેલ', 'કર્મા' સહિતની ફિલ્મમાં કામ કર્યું છે. ટીવીમાં 'વિક્રમ ઔર બેતાલ', 'ધ રિયલાઈઝેશન ઓફ પ્રિન્સ આનંદસેન' સહિતના વિવિધ શોમાં કામ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...