તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લવ અફેર્સ:સારા અલી ખાન એક સમયે સુશીલ કુમાર શિંદેના દોહિત્ર વીર પહરિયા સાથે રિલેશનમાં હતી, બોલિવૂડ ડેબ્યૂ પહેલા બ્રેકઅપ થયું હતું

મુંબઈ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

સૈફ અલી ખાન તથા અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન બોલિવૂડની યંગ બ્રિગેડમાં સૌથી પ્રોમિસિંગ એક્ટ્રેસ માનવામાં આવે છે. 25 વર્ષીય સારાએ 2018માં ફિલ્મ 'કેદારનાથ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. હાલમાં સારા અલી ખાન પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં છે.

સુશાંત સિંહ રાજપૂતની સાથે સારાનો જૂનો સ્મોકિંગ વીડિયો વાઈરલ થયો હતો. આ સાથે જ એમ પણ ચર્ચા હતી કે બંને એકબીજાના પ્રેમમાં હતી. સારાની લવ લાઈફ પર એક નજર...

સારા અલી ખાન-વીર પહરિયા
સારા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદેના દોહિત્ર વીર પહરિયાને ડેટ કરતી હતી. 2018માં એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યૂમાં સારા અલી ખાને આ સંબંધ અંગે ખુલ્લા મનથી વાત કરી હતી. સારાએ કહ્યું હતું, 'તે (વીર) એક માત્ર યુવક છે, જેને મેં ડેટ કર્યો હતો. તેના સિવાય મારા જીવનમાં કોઈ બોયફ્રેન્ડ નહોતો.'

સારા તથા વીર હવે સાથે નથી પરંતુ તેણે એમ કહ્યું હતું કે વીરે તેનું દિલ તોડ્યું નહોતું. સારાએ કહ્યું હતું, 'તેણે મારું દિલ તોડ્યું નથી. મારું દિલ તૂટ્યું નથી. બધું જ ઠીક છે.'

જૂન 2016માં સારા અલી ખાન તથા વીર પહરિયાના સંબંધો ઘણાં જ ચર્ચાસ્પદ રહ્યા હતા. મરાઠી ફિલ્મ 'સૈરાટ'ના સ્ક્રીનિંગ દરમિયાન સારાની આંગળીમાં એક રિંગ જોવા મળી હતી. ત્યારે એવી ચર્ચા હતી કે વીર તથા સારાએ સગાઈ કરી લીધી છે. જોકે, પછી આ વાત માત્ર અફવા સાબિત થઈ હતી. આ પહેલા મે 2016માં તેમના લિંકઅપની ચર્ચા વાઈરલ થઈ હતી. બંને એકબીજાને કિસ કરતા હોય તેવી તસવીર વાઈરલ થઈ હતી.

વીરે દુબઈમાંથી અભ્યાસ કર્યો છે અને તેનું સપનું પોપ સ્ટાર બનવાનું હતું. એક FM ચેનલ સાથેની વાતચીતમાં સારાએ વીર અંગે કહ્યું હતું, 'તેને રોડ સાઈડ ઢોંસા ખાવામાં પણ કોઈ જ વાંધો નથી. તે બહુ જ સેન્સિટિવ છે અને એવી વ્યક્તિ છે, જેની સાથે તમે બીચ પર જવાનું પસંદ કરશો.'

સારા-સુશાંત
ફિલ્મમાં એન્ટ્રી લીધા પહેલા સારાને તેની સાવકી માતા કરીના કપૂરે સલાહ આપી હતી કે તેણે પોતાના હીરોને ક્યારેય ડેટ કરવો જોઈએ નહીં. જોકે, સારાએ આ વાતને શરૂઆતમાં માની નહોતી અને તેણે પોતાની પહેલી ફિલ્મ 'કેદારનાથ'ના કો-સ્ટાર સુશાંત સિંહ રાજપૂતને ડેટ કર્યો હતો. જોકે, સારાએ ક્યારેય સુશાંત સાથેના સંબંધનો સ્વીકાર કર્યો નહોતો. બંનેના ડેટિંગના ન્યૂઝ ફિલ્મના મેકિંગ સમયે આવતું હતું.

સુશાંતના મોત બાદ તેના ફાર્મહાઉસના કેરટેકર રઈસે ખુલાસો કર્યો હતો કે સારાએ 2018માં સુશાંતસરની સાથે ફાર્મહાઉસ પર આવવાની શરૂઆત કરી હતી. તેઓ જ્યારે પણ આવતા ત્યારે ત્રણ-ચાર દિવસ રોકાતા હતા. ડિસેમ્બર, 2018માં થાઈલેન્ડથી પરત આવ્યા બાદ સુશાંતસર તથા સારામેમ એરપોર્ટથી સીધા ફાર્મહાઉસ આવ્યા હતા. તે સમયે રાતના 10-11 વાગ્યા હતા. તેમની સાથે તેમના મિત્રો પણ હતા. સુશાંત 21 જાન્યુઆરી, 2019ના રોજ સારાને પ્રપોઝ કરવાનો હતો પરંતુ એ પહેલા જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.

સારા-કાર્તિક આર્યન
સારાને કાર્તિક આર્યન પર ક્રશ હતો અને તેણે 'કૉફી વિથ કરન'માં પિતા સૈફ અલી ખાનની સામે આ વાત કહી હતી. સારાએ કાર્તિકને ડેટ કરવાને ઈચ્છા પ્રગટ કરી હતી.

ત્યારબાદ બંનેએ 'લવ આજ કલ 2'માં સાથે કામ કર્યું હતું. આ સમયે બંને વચ્ચે અફેર હોવાની વાત થવા લાગી હતી. જોકે, ફિલ્મ રિલીઝ થઈ ગયા બાદ બંનેના અફેરના ન્યૂઝ પણ માત્ર કોરી અફવા સાબિત થઈ હતી. કાર્તિકે સારાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...