સારા અલી ખાન ને શુભમન વચ્ચે અફેર છે?:ક્રિકેટરના મિત્રે સો.મીડિયા પોસ્ટમાં આડકતરો ઈશારો કર્યો, કહ્યું- 'બહુત SARA પ્યાર'

મુંબઈએક મહિનો પહેલા

થોડા દિવસ પહેલાં સારા અલી ખાન તથા ક્રિકેટર શુભમન ગિલ ડિનર ડેટ એન્જોય કરતાં જોવા મળ્યાં હતાં. બંનેને સાથે જોતાં જ અફેર હોવાની ચર્ચા જોરશોરથી ચર્ચાવા લાગી હતી. હવે શુભમનના ફ્રેન્ડે બળતામાં ઘી હોમીને આ વાતને વધુ ચગાવી છે.

શુભમનના મિત્રે શું કહ્યું?
ખુશપ્રીત સિંહ ઔલખે મિત્ર શુભમન ગિલને આઠ સપ્ટેમ્બરના રોજ બર્થડે વિશ કરી હતી. આ બર્થડે વિશમાં સારા સાથેનું ખાસ કનેક્શન જોવા મળ્યું હતું. ખુશપ્રીત સિંહે બર્થડે વિશ કરતાં કહ્યું હતું, 'મારા મેન મેનને હેપ્પીએસ્ટ બર્થડે. ધ OG, ઇરિટેટ કરનાર, ગૂગલ ગ્રેજ્યુએટેડ બેબી, પરંતુ સાચું કહું તો તારા વગર મારું જીવન ખરાબ હોત. ભગવાન તને બહુ બધી સફળતા, ગૂગલ જ્ઞાન, બહાના અને દરેક લોકો તને બહુત SARA પ્રેમ કરે.'

ચાહકોનું ધ્યાન 'SARA' પર ગયું
ખુશપ્રીત સિંહની આ પોસ્ટ પર યુઝર્સનું ધ્યાન 'SARA' શબ્દ પર ગયું હતું. ખુશપ્રીતે આ શબ્દને હાઇલાઇટ કર્યો છે અને બોલ્ડ લેટર્સમાં લખ્યું છે. ઘણા યુઝર્સ માની રહ્યા છે કે શુભમનની પ્રેમિકા સારા અલી ખાનની વાત થઈ રહી છે.

શુભનમ ગિલ સાથે જોવા મળી
સારા અલી ખાન તથા શુભમન ગિલનો એક વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો હતો. આ વીડિયોમાં ડિનર ટેબલ પર સારા તથા શુભમન હતાં. શુભમન વ્હાઇટ-ગ્રીન ટી શર્ટમાં તથા સારા પિંક આઉટફિટમાં જોવા મળી હતી. બંને વેટરને ઓર્ડર આપતાં હતાં.

શુભમનના સંબંધો સારા તેંડુલકર સાથે હોવાની ચર્ચા હતી
શુભમન ગિલ અને સારા તેંડુલકર રિલેશનશિપમાં હોવાની ચર્ચા ઘણા સમયથી થતી હતી. જોકે બંનેમાંથી કોઈએ આ અંગે કોઈ જ વાત કરી નહોતી. જોકે બંને સો.મીડિયામાં એકબીજાની તસવીરો પર કમેન્ટ્સ કરતાં રહેતાં હતાં. હાલમાં જ સારા તથા શુભમને સો.મીડિયામાં એકબીજાને અનફૉલો કર્યા હતા, આથી જ માનવામાં આવે છે કે બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...