બોલ્ડ અંદાજ:સારા અલી ખાને લંવડર પ્રિન્ટેડ બિકનીમાં બતાવ્યુ હૉટ ફિગર, સો. મીડિયા પર વીડિયો વાઈરલ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સારા અલી ખાન સ્વિમિંગ પુલના કિનારે ઊભી રહેલી જોવા મળી રહી છે
  • આ વીડિયોમાં તેને લંવડર પ્રિન્ટેડ બિકની પહેરી છે

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન થોડાં સમય પહેલાં માલદીવ્સ ગઈ હતી. તે માલદીવ્સ ટ્રિપના હોટ અને સેક્સી ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી રહી છે. થોડા દિવસ પહેલા જ ઓરેન્જ-પિંક બિકીનીમાં તેને કેટલાક ફોટો શેર કર્યા હતા. ત્યારે ફરીથી તેને એક વીડિયો શેર કર્યો છે જે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં તે સુંદર દેખાઈ રહી છે. આ વીડિયોમાં તેને લંવડર પ્રિન્ટેડ બિકની પહેરી છે.

સ્લો મોશનથી યુઝર્સનું દિલ જીત્યું
આ વીડિયોમાં સારા અલી ખાન સ્વિમિંગ પુલના કિનારે ઊભી રહેલી જોવા મળી રહી છે. સ્લો મોશનમાં બનેલા આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં રુશા અને બ્લિજાના 'કેસ'નું મ્યુઝિક સંભળાઈ રહ્યું છે. આ વીડિયોની સાથે આ સુધિંગ મ્યુઝિક તેને વધુ આકર્ષક બનાવે છે.

યુઝર્સની પ્રતિક્રિયા
વીડિયો પર કમેન્ટ કરતા ઘણા ફેન્સે સારાની પ્રશંસા કરી છે. એક યુઝરે લખ્યું, યુ બ્યુટિફૂલ, યુ ગોર્જિયસ, યુ પરી. જ્યારે અન્ય એક યુઝર્સે કમેન્ટ કરી, લવ યુ સારા, જ્યારે બીજા યુઝરે કમેન્ટમાં લખ્યું, ડ્રોપ ડેડ ગોર્જિયસ માય ગર્લ.

અગાઉ પણ બિકિનીમાં ફોટો શેર કર્યા હતા
સોમવારે સારાએ એક ફોટો શેર કર્યો હતો જેમાં ઓરેન્જ અને પિંક કલરની બિકિનીમાં પોતાના સેક્સી કર્વ્સને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ પહેલા અભિનેત્રીએ નિયોન કલરની મોનોકિનીમાં પોતાની એક સુંદર તસવીર શેર કરી હતી.

આ ફિલ્મમાં જોવા મળશે
સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને 2018માં સુશાંત સિંહ રાજપૂતની સાથે 'કેદારનાથ'થી ડેબ્યુ કર્યું હતું. માત્ર ત્રણ વર્ષમાં સારા ઈન્ડસ્ટ્રીની સૌથી હોટ અને સૌથી વધુ પસંદ કરવામાં આવતી એક્ટ્રેસમાંથી એક સાબિત થઈ છે. કામની વાત કરીએ તો તે આનંદ એલ રોયની ફિલ્મ 'અતરંગી રે'માં અક્ષય કુમાર અને ધનુષની સાથે જોવા મળશે.