સારા અલી ખાન તથા કાર્તિક આર્યન અલગ થઈ ગયા છે, પરંતુ બંને ઘણીવાર સાથે જોવા મળે છે. હાલમાં જ સારાએ 2020ને પોતાના જીવનનો સૌથી ખરાબ સમય કહ્યો હતો. આ સમયે સારાનું બ્રેકઅપ પણ થયું હતું. સારાએ રણવીર ઈલ્હાબાદીના પોડકાસ્ટમાં કહ્યું હતું કે 2020નો સમય તેના માટે સૌથી ખરાબ રહ્યો હતો. આ સમય બ્રેકઅપ સાથે શરૂ થયો અને પછી ધીમે ધીમે વધુ ખરાબ થતો ગયો.
સારાએ પહેલી જ વાર બ્રેકઅપ અંગે વાત કરી
'લવ આજ કલ'માં સારા અલી ખાનના પર્ફોર્મન્સની ટીકા કરવામાં આવી હતી. આ અંગે એક્ટ્રેસે કહ્યું હતું કે તે સમયે ટ્રોલિંગની તેના પર અસર થઈ નહોતી, કારણ કે તે પહેલેથી જ ખરાબ માહોલમાં હતી. ક્યારેક તમને ખ્યાલ હોય છે કે તમે ટ્રોલિંગને લાયક છો અથવા તો કંઈક ખરેખર ખરાબ હોય છે. ત્યારે તમારી પર લોકોની વાતોની અસર ખાસ થતી નથી.
વધુમાં સારાએ કહ્યું હતું, 'તમારું દિલ તૂટેલું હોય, દુઃખી હોય, ડરેલું હોય તો ત્યારે 20 લોકો તમારા વિશે શું વાંચે છે કે શું બોલે છે તેની અસર થતી નથી. તમે પોતે જ એ હદે હેરાન-પરેશાન હો છે કે તમને અન્ય કોઈ બાબત દેખાતી નથી.' આટલું કહેતાં જ સારા ઇમોશનલ થઈ ગઈ હતી.
મારી ઉંમર હજી ભૂલો કરવાની છેઃ સારા
'લવ આજ કલ' તથા 'કુલી નંબર 1' ફ્લોપ થતાં સારાએ પોતાની ભૂલ સ્વીકારી હતી ને કહ્યું હતું કે અત્યારે તેની ઉંમર ભૂલ કરવાની છે. હવે સારા 'ગેસલાઇટ' ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે વિક્રાંત મેસી છે. સારા છેલ્લે 'અતરંગી રે'માં જોવા મળી હતી. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.
મેકર્સે કહ્યું, 'આશિકી 3' માટે સારાનો અપ્રોચ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, 'આશિકી 3'ના મેકર્સ કાર્તિકની સાથે સારાને લેવા માગે છે. જોકે, હજી સુધી આ અંગે કોઈ ઑફિશિયલ સ્ટેટમેન્ટ રિલીઝ કરવામાં આવ્યું નથી.
માત્ર થોડાં મહિનામાં સંબંધો તૂટ્યાં
સારા તથા કાર્તિક એકબીજાને ડેટ કરતા હતા. સારા થોડાં વર્ષ પહેલા 'કૉફી વિથ કરન'માં પિતા સૈફ અલી ખાન સાથે આવી હતી. તેણે શોમાં કાર્તિક પર ક્રશ હોવાનું કહ્યું હતું. બંનેએ 'લવ આજ કલ'માં સાથે કામ કર્યું હતું. તે સમયે બંને વચ્ચે અફેર હોવાની વાત ચર્ચાતી હતી. જોકે, ફિલ્મ રિલીઝ થયા બાદ બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.