ઘટસ્ફોટ:સારા અલી ખાને કહ્યું, 'મને એવું લાગતું કે પિતા સૈફ ગાળો બોલે છે અને માતા અમૃતા પોર્ન સાઇટ ચલાવે છે'

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સારા અલી ખાને એક ઇન્ટ​​​​​​રવ્યૂમાં આ અંગે વાત કરી હતી

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં ચોંકાવનારી વાતો કહી હતી. સારાએ કહ્યું હતું કે જ્યારે તે નાની હતી ત્યારે તેને એમ હતું કે તેના પેરેન્ટ્સ સૈફ અલી ખાન તથા અમૃતા સિંહ નેગેટિવ લોકો છે. આ સાથે જ તેણે એમ પણ કહ્યું હતું કે ફિલ્મ 'ઓમકારા' તથા 'કલિયુગ' જોયા બાદ તેને લાગતું હતું કે તેના પિતા ખરાબ ભાષા બોલે છે અને તેની માતા પોર્ન સાઇટ ચલાવે છે.

કેટલીક ફિલ્મ જોયા બાદ પેરેન્ટ્સને ખરાબ સમજવા લાગી હતી
સારાએ કહ્યું હતું, 'મને યાદ છે કે મેં 2005માં 'કલયુગ' તથા 2006માં 'ઓમકારા' જોઈ હતી. આ ફિલ્મ જોઈને હું ઘણી જ ઉદાસ થઈ ગઈ હતી. મારા મનમાં થતું હતું કે મારા પેરેન્ટ્સ કેટલાં ખરાબ છે. હું ઘણી નાની હતી અને મને લાગતું કે મારા પિતા ખરાબ ભાષા બોલે છે. માતા પોર્ન સાઇટ ચલાવે છે. આ મજાક નહોતી. બંનેએ એક જ વર્ષમાં નેગેટિવ રોલ માટે બેસ્ટ એક્ટરનું નોમિનેશન મળ્યું હતું. ત્યારે મારા મનમાં એવું હતું કે આ શું છે?'

સારાએ માતાના સાથેના બોન્ડિંગ અંગે કહ્યું
સારાએ જણાવ્યું હતું કે તે હંમેશાં મમ્મા ગર્લ રહી છે. તે હંમેશાં વસ્તુઓને વધુ સારી બનાવવાનો પ્રયાસ કરે છે. તેણે આ બધું કોઈ ટ્યૂટર, ઘર કે જિમ ટ્રેનર પાસેથી શીખ્યું નથી. તે એવી વ્યક્તિઓમાં સામેલ છે, જે પાંચ પુશઅપ વધુ કરવા માગે છે, કેમિસ્ટ્રીનું એક ચેપ્ટર વાંચવા માગે છે કે કોઈ સ્ક્રિપ્ટ વાંચવા માગે છે. એ વાત સાચી છે કે જીવનની પરિસ્થિતિએ ઘણું બધું બદલી નાખ્યું છે અને હવે તે ઘણી બાબતોમાં બેસ્ટ થતી જાય છે.

2004માં સૈફ-અમૃતા અલગ થયા હતા
સૈફ અલી ખાને ફિલ્મ 'ઓમકારા'માં ઈશ્વર લંગડા ત્યાગીનો રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાં અજય દેવગન, કરીના કપૂર, કોંકણા સેન શર્મા હતા. 'કલયુગ' એક્શન થ્રીલર ફિલ્મ હતી. કુનાલ ખેમુ લીડ રોલમાં હતો. અમૃતા સિંહ ઉપરાંત ફિલ્મમાં ઈમરાન હાશ્મી, સ્માઈ સૂરી તથા આશુતોષ રાણા છે. સૈફ અલી ખાન તથા અમૃતા 2004માં અલગ થયા હતા. દીકરી સારા તથા દીકરો ઈબ્રાહિમની કસ્ટડી અમૃતાને મળી હતી.

સારા હવે અક્ષય-ધનુષ સાથે જોવા મળશે
સારાએ 2018માં અભિષેક કપૂરના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'કેદારનાથ'થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત લીડ રોલમાં હતો. 'સિમ્બા'માં રણવીર સિંહ સાથે કામ કર્યું હતું. ત્યારબાદ 'કુલી નંબર 1'માં વરુણ ધવન સાથે હતી. હવે 'અતરંગી રે'માં અક્ષય કુમાર તથા ધનુષ સાથે જોવા મળશે.