સિઝલિંગ લુક:સારા અલી ખાન બ્લેક થાઇ હાઇ સ્લિટ ગાઉનમાં સુપર ગ્લેમરસ લાગી, તસવીરો વાઇરલ

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેડ કાર્પેટ પર સારાએ કાર્તિક આર્યન સાથે પોઝ આપ્યો

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન હાલમાં જ મુંબઈમાં આયોજીત એક ઇવેન્ટમાં જોવા મળી હતી. બ્લેક થાઇ હાઇ સ્લિટ ગાઉનમાં સારા અલી ખાન સુપર ગ્લેમરસ લાગતી હતી. સારા અલી ખાન આ ઇવેન્ટમાં પૂર્વ પ્રેમી કાર્તિક આર્યનને મળી હતી.

સારાનો અલ્ટ્રામોર્ડન અવતાર
સારા અલી ખાને ડિઝાઇનર ડેવિડ કોમાનું ટ્યૂલ ઇન્સર્ટ તથા ક્રિસ્ટલ મિડી ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસની અંદાજિત કિંમત એક લાખ રૂપિયા છે. સારા આ આઉટફિટમાં સિઝલિંગ અંદાજમાં જોવા મળી હતી.

સારાનો સુપર ગ્લેમરસ અવતાર તસવીરોમાં.....

કાર્તિકની સાથે સારા અનકમ્ફર્ટેબલ થઈ
સારા રેડ કાર્પેટ પર પોઝ આપતી હતી ત્યારે કાર્તિક આર્યન, ક્રિતિ સેનન તથા વરુણ ધવન આવ્યા હતા. આ ચારેય લોકોએ સાથે પોઝ આપ્યા હતા. કાર્તિકને મળ્યા બાદ સારા થોડી અનકમ્ફર્ટેબલ થઈ ગઈ હતી.

બંનેએ એકબીજાને અનફોલો કર્યા
સારાએ 'કૉફી વિથ કરન'માં પિતા સૈફ અલી ખાનની સામે કહ્યું હતું કે તેને કાર્તિક પર ક્રશ છે અને તેને ડેટ કરવાની ઈચ્છા હોવાનું કહ્યું હતું. બંનેએ 'લવ આજ કલ 2'માં સાથે કામ કર્યુ હતું. આ દરમિયાન બંને વચ્ચે અફેર હોવાની વાત જોરશોરથી ચર્ચાઈ હતી. ફિલ્મ રિલીઝ બાદ બંનેએ એકબીજાને સો.મીડિયામાં અનફૉલો કરી દીધા હતા.