હોટલ સ્ટાફ સાથે એક્ટ્રેસનો ડાન્સ:'હાય ચકા ચક..' સોંગથી વેલકમ; સારા અલી ખાન પર્સ ફેંકીને ઝૂમી, માતા અમૃતા પણ સાથે હતી

ઈન્દોર7 દિવસ પહેલા
  • સારા અલી ખાન ઈન્દોરમાં શૂટિંગ કરી રહી છે

હાલમાં સારા અલી ખાન મધ્ય પ્રદેશના ઈન્દોરમાં છે. તે અહીંયા આગામી ફિલ્મ 'લુકાછુપી 2'નું શૂટિંગ વિકી કૌશલ સાથે કરી રહી છે. ઈન્દોરમાં હોટલ પાર્કમાં સારા અલી ખાન રોકાઈ છે. અહીંયા તેણે હોટલ સ્ટાફ સાથે ડાન્સ કર્યો હતો. સ્ટાફે હોટલમાં સારાની ફિલ્મ 'અતરંગી રે..'ના સોંગ 'હાય ચકા ચક..'થી વેલકમ કર્યું હતું. સારાએ પર્સ ફેંકીને હોટલ સ્ટાફ સાથે ડાન્સ કર્યો હતો. વિકી કૌશલની સાથે કેટરીના કૈફ છે.

'લુકાછુપી 2'નું શૂટિંગ ઈન્દોરની જૂની RTO ઓફિસની સામે આવેલા કેસર બાગ સ્થિત બંગલામાં થયું હતું. ચાર રસ્તા પર સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ પહેલાં શૂટિંગ નેન્સી અપાર્ટમેન્ટની નજીક આવેલા ચોપાટી પર કરવામાં આવ્યું હતું.

અન્નપૂર્ણા ચોપાટી પર સારા તથા વિકી (રેડ સર્કલમાં)
અન્નપૂર્ણા ચોપાટી પર સારા તથા વિકી (રેડ સર્કલમાં)

વિકી-સારાને ફિલ્મમાં મધ્યમ વર્ગીય પરિવારના બતાવવામાં આવ્યા છે
ફિલ્મમાં વિકી કૌશલ તથા સારા અલી ખાનને મધ્યમ વર્ગીય પરિવારના બતાવવામાં આવ્યા છે. વિકી યોગ ટીચર તો સારા અલી ખાન ટીચર છે. બંને ફિલ્મમાં પોતાનું ઘર ખરીદવા માગે છે.

સારાની માતા અમૃતા પણ આવી
સારા અલી ખાન ડિસેમ્બર, 2021થી અહીંયા શૂટિંગ કરી રહી છે. તબિયત ખરાબ થતાં સારાએ બે દિવસ શૂટિંગ કર્યું નહોતું. સારાની તબિયત ખરાબ થતાં માતા અમૃતા સિંહ ઈન્દોર આવી હતી. બે દિવસ પહેલાં અમૃતા દીકરી સારા સાથે સેટ પર પણ આવી હતી.