ડ્રગ્સ કેસમાં હવે નિશાના પર સુશાંત:શ્રદ્ધા- સારાએ NCBને જણાવ્યું, સુશાંત ડ્રગ્સ લેતો હતો, હવે રિયા- શોવિકથી વધુ આંગળીઓ સુશાંત પર ઊઠી રહી છે, પરિવાર નારાજ થઇ રહ્યો છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં ડ્રગ્સ કેસમાં શનિવારે સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની NCBએ પૂછપરછ કરી. - Divya Bhaskar
સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં ડ્રગ્સ કેસમાં શનિવારે સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની NCBએ પૂછપરછ કરી.
  • NCBની પૂછપરછમાં સારા અલી ખાને સુશાંત સાથે પોતાના સંબંધની વાત પણ માની
  • શ્રદ્ધા કપૂરે NCBને જણાવ્યું, 'છિછોરે'ના શૂટિંગ દરમ્યાન સુશાંત ડ્રગ્સ લેતો હતો

સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસ સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં હવે ખુદ સુશાંત જ ફસાતો જઈ રહ્યો છે. હવે તો એવી સ્થિતિ છે કે રિયા અને શોવિકથી વધુ આંગળીઓ તો સુશાંત પર ઊઠી રહી છે. કદાચ એટલે જ લેટ એક્ટરનો પરિવાર NCBની તપાસથી સંતુષ્ટ જણાઈ રહ્યો નથી અને તેમના પર સવાલ ઉઠાવી રહ્યા છે. રિયા ચક્રવર્તી પછી શનિવારે સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરે NCB સામે સુશાંતની ડ્રગ્સ લેવાની વાત કરી.

સારાએ સુશાંત સાથે રિલેશનશિપની વાત માની
ABP ન્યૂઝના રિપોર્ટ અનુસાર, NCBની પૂછપરછમાં સારા અલી ખાને માન્યું કે 2018માં તે સુશાંત સિંહ સાથે રિલેશનશિપમાં હતી. એક્ટ્રેસના જણાવ્યા મુજબ, 'કેદારનાથ'ના શૂટિંગ દરમ્યાન બંનેનું અફેર શરૂ થયું હતું અને તે દરમ્યાન તે સુશાંત સાથે રહેવા માટે તેના કેપ્રી હાઉસ સ્થિત ઘરે રહેવા પણ ગઈ હતી.

સારાના જણાવ્યા મુજબ, તે સુશાંત સાથે 5 દિવસ માટે થાઈલેન્ડના કોહ સમુઈ આઇલેન્ડ પર ગઈ હતી જ્યાં તેમણે પાર્ટી પણ કરી હતી. તેણે સ્વીકાર્યું કે 'કેદારનાથ'ની શૂટિંગ દરમ્યાન સુશાંત ડ્રગ્સ લેતો હતો.

પોતે ડ્રગ્સ લેવાની વાત નકારી
સારાએ એ વાત સ્વીકારી કે 'કેદારનાથ'ના શૂટિંગ દરમ્યાન સુશાંત ડ્રગ્સ લેતો હતો. તે સુશાંત સાથે પાર્ટીમાં જતી હતી પરંતુ તેણે ખુદ ડ્રગ્સ લે છે એ વાતને નકારી દીધી છે. જોકે, હજુ એ વાત સ્પષ્ટ નથી થઇ કે સુશાંતે 'કેદારનાથ' ફિલ્મના શૂટિંગ દરમ્યાનથી જ ડ્રગ્સ લેવાનું સ્ટાર્ટ કર્યું હતું કે તેની પહેલાંથી તે કન્ઝ્યુમ કરી રહ્યો હતો.

શ્રદ્ધા બોલી, વેનિટી વેનમાં સુશાંતને ડ્રગ્સ લેતા જોયો
NCBની પૂછપરછમાં શ્રદ્ધા કપૂરે જણાવ્યું કે ફિલ્મ 'છિછોરે'ના શૂટિંગ દરમ્યાન તેણે સુશાંતને વેનિટી વેનમાં ડ્રગ્સ લેતા જોયો હતો. શ્રદ્ધાએ એવું પણ કહ્યું કે તે ફિલ્મની સક્સેસ પાર્ટી માટે પાવના લેકના કિનારે આવેલા સુશાંતના ફાર્મહાઉસ પર ગઈ હતી. આ પાર્ટીમાં ડ્રગ્સ યુઝ થયા હતા. જોકે, શ્રદ્ધાએ ખુદ ડ્રગ્સ લેવાની વાતને નકારી દીધી છે.

NCBની તપાસથી સુશાંતનો પરિવાર સંતુષ્ટ નથી
સુશાંત સિંહ રાજપૂતના પિતાના વકીલ વિકાસ સિંહના જણાવ્યા મુજબ એક્ટરના મૃત્યુની તપાસ પાટા પરથી ઉતરી ગઈ છે અને આ વાતથી પરિવાર ઘણો નિરાશ છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે પરિવારને લાગે છે કે જે માર્ગે તપાસ જઈ રહી છે તેનાથી હકીકત સામે નહીં આવી શકે.

NCBની તપાસની સરખામણી મુંબઈ પોલીસની તપાસ સાથે કરી
ANI સાથેની વાતચીતમાં વિકાસ સિંહે કહ્યું, 'નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનો કેસ મુંબઈ પોલીસની તપાસ જેવો થઇ ગયો છે. બધા સ્ટાર્સને બોલાવી રહ્યા છે. સુશાંતનો કેસ બેક સીટ પર જતો રહ્યો છે.'

આગળ તેમણે કહ્યું કે, 'પરિવારને લાગે છે કે તપાસ અલગ દિશામાં જતી રહી છે. બધાનું ધ્યાન ડ્રગ્સ કેસ તરફ જતું રહ્યું છે. AIIMS ના એક ડોક્ટરે મને જણાવ્યું કે સુશાંતે આત્મહત્યા નથી કરી પણ તેને ગળું દબાવીને મારવામાં આવ્યો છે.'

જોકે, AIIMSની ટીમના ડોકટરે આ દાવાને નકારી દીધો છે, બીજી તરફ સિનિયર એડવોકેટ ઉજ્જવલ નિકમે પણ વિકાસ સિંહના દાવાને નિરંકુશ ગણાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...