બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન અને જાહન્વી કપૂર હાલ કેદારનાથ દર્શન કરવા ગયા છે. સોશિયલ મીડિયા પર બંનેની આ ધાર્મિક યાત્રાના ફોટો વાઈરલ થઇ રહ્યા છે. ઘણા યાત્રીઓએ આ સેલેબ્સ સાથે ફોટો પોસ્ટ કર્યા છે.
એક્ટ્રેસની ધાર્મિક ટ્રિપ
કાતિલ ઠંડીથી બચવા માટે બંને એક્ટ્રેસે જેકેટ અને મફલર પહેર્યું છે. તેમના ફોટો પર ચાહકોએ કમેન્ટનો ઢગલો કરી દીધો છે. એક યુઝરે લખ્યું, ‘વાહ! આને કહેવાય સંસ્કાર. તમે બંને સારું કામ કરી રહ્યા છો. કાયમ ભગવાનની કૃપા તમારા પર રહે.’
બંનેનું બોન્ડિંગ ચર્ચાનું કેન્દ્ર બન્યું
સારા અને જાહન્વી વચ્ચે મિત્રતા ગાઢ બની રહી છે. આની પહેલાં બંને રણવીર કપૂરના ક્વિઝ રિયાલિટી શો ‘ધ બિગ પિક્ચર’માં સાથે ગઈ હતી. આ દરમિયાન જાહન્વી અને સારાએ તેમની મિત્રતા કેવી રીતે થઈ તે વાત શૅર કરી હતી.
જાહન્વીએ ફર્સ્ટ મિટિંગ વિશે કહ્યું કે, ‘હું સારાને પ્રથમવાર અવોર્ડ ફંક્શનમાં મળી હતી. હું મારી મમ્મી(શ્રીદેવી) સાથે હતી અને અમે બંને ઘણા નાના હતા. મને યાદ છે કે, સારા અમૃતા આંટી સાથે બેઠી હતી અને વારંવાર હીરોઈનવાળા નખરા કરતી હતી. તેણે કદાચ સાડી કે ડ્રેસ પહેર્યો હતો અને ત્યારે મને લાગતું હતું કે અમારે બંનેએ મિત્ર બનવું જોઈએ.’
બંને એક્ટ્રેસની અપકમિંગ ફિલ્મ
સારા લાસ્ટ ફિલ્મ ‘ફૂલી નંબર 1’માં વરુણ ધવન સાથે દેખાઈ હતી. નેક્સ્ટ ફિલ્મ ‘અતરંગી રે’માં તે અક્ષય કુમાર અને ધનુષ સાથે દેખાશે. જાહન્વીની લાસ્ટ ફિલ્મ ‘રુહી’ હતી. તે નેક્સ્ટ ફિલ્મ ‘ગુડ લક જેરી’, ‘દોસ્તના 2’ અને ‘તખ્ત’માં દેખાશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.