તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાઈનલ કાસ્ટિંગ:એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રા રાજકુમાર રાવ સાથે સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ ‘HIT’ની હિન્દી રીમેકમાં દેખાશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફિલ્મ ‘હિટ’ વર્ષ 2020માં રિલીઝ થઈ હતી - Divya Bhaskar
ફિલ્મ ‘હિટ’ વર્ષ 2020માં રિલીઝ થઈ હતી
  • તેલુગુની ઓરિજિનલ ફિલ્મનું ડિરેક્શન શૈલેશ કોનાલુએ કર્યું હતું

‘દંગલ’ અને ‘બધાઈ હો’ જેવી ફિલ્મમાં કામ કરી ચૂકેલી સાન્યા મલ્હોત્રાને અન્ય એક મોટી ફિલ્મની ઓફર થઈ છે. એક્ટ્રેસે હાલમાં જ સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ હિટ (HIT) સાઈન કરી છે. તેમાં લીડ રોલમાં રાજકુમાર રાવને કાસ્ટ કર્યો છે. તેલુગુની ઓરિજિનલ ફિલ્મનું ડિરેક્શન શૈલેશ કોનાલુએ કર્યું હતું, તેમાં વિશ્વક સેન અને રુહાની શર્મા લીડ રોલમાં હતા.

સાન્યાએ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ફિલ્મની સ્ટાર કાસ્ટિંગમાં સામેલ થવાની જાણકારી આપે છે. તેણે ગ્લેમરસ ફોટો શેર કરીને લખ્યું, ફિલ્મ હિટ (HIT)ની ટીમમાં સામેલ થઈને ઘણી ખુશ છું. આ ફિલ્મ જોઈ રહી છું. ટી-સિરીઝ અને દિલ રાજુના પ્રોડક્શન હેઠળ હિન્દી રીમેક બનશે.

સાન્યાની સો.મીડિયા પોસ્ટ
સાન્યાની સો.મીડિયા પોસ્ટ

ફિલ્મ વિશે સાન્યાએ કહ્યું, મેં હિટ ફિલ્મ જોઈ છે અને મને તેનો કોન્સેપ્ટ ઘણો ગમ્યો છે. જ્યારે મને ફિલ્મની ઓફર થઈ ત્યારે મેં થોડું પણ મોડું કર્યા વગર હા પાડી. આ એક ઈન્ટરેસ્ટિંગ અને થ્રિલર ફિલ્મ છે. રાજની સાથે કામ કરવા માટે ઘણી એક્સાઈટેડ છું.

ફિલ્મની સ્ટોરી એક્શન અને થ્રિલરથી ભરપૂર
ફિલ્મની સ્ટોરી એક્શન અને થ્રિલરથી ભરપૂર

વર્ષ 2020માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ હિટ-સાઈડ ઇન્ટરવેન્શન ટીમના પોલીસ ઓફિસર વિક્રમની સ્ટોરી છે. તે પોતાના ભયાનક પાસ્ટ સાથે લડીને પ્રીતિ નામની એક છોકરીનો કિડનેપિંગ કોર્સ સોલ્વ કરે છે.

અન્ય સમાચારો પણ છે...