હીરામંડી:રેખા-માધુરીને કાસ્ટ કરવાની અફવા પર સંજય લીલા ભણસાલીને ગુસ્સો આવ્યો, કહ્યું- પોર્ટલ જાતે જ કાસ્ટિંગ કરે છે

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સંજય લીલા ભણસાલી 'ગંગુબાઈ કાઠિયાવાડી' પછી 'હીરામંડ' ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મની ચર્ચા ખાસ્સા સમયથી થતી હતી. આ ફિલ્મમાં રેખા તથા માધુરીને લીધા હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. જોકે, પછી એમ પણ કહેવાતું હતું કે રેખાને બદલે ઐશ્વર્યા રાયને લેવામાં આવી છે. સતત આ પ્રકારના ન્યૂઝ આવતા સંજય લીલા ભણસાલી ગુસ્સે થયા હતા અને આના પર રિએક્શન આપ્યું હતું.

હાલમાં જ સંજય લીલા ભણસાલીએ રેખા, માધુરી તથા ઐશ્વર્યાના કાસ્ટિંગના સમાચાર પર ગુસ્સે થતાં કહ્યું હતું કે તેઓ કાસ્ટિંગના સમાચારનું ખંડન નથી કરતા અને તેથી જ વિવિધ વેબ પોર્ટલ પોતાની રીતે કાસ્ટિંગ કરે છે. તે રોજ સવારે જાગે છે અને સાંભળે છે કે 'હીરામંડી'માં કોણ કામ કરે છે.

ઉલ્લેખનીય છે કે રેખા તથા માધુરી 'લજ્જા'માં સાથે જોવા મળ્યા હતા, પરંતુ ફિલ્મમાં તેમનો સીન સાથે જોવા મળ્યો નહોતો. આ ફિલ્મમાં અલગ-અલગ મહિલાઓની વાત કરવામાં આવી હતી, જેમાં ફિલ્મની બે અલગ સ્ટોરીમાં રેખા તથા માધુરીએ કામ કર્યું હતું. સૂત્રોના મતે, સંજય લીલા ભણસાલીએ રેખા તથા માધુરીનો હજી સુધી ફિલ્મ માટે અપ્રોચ કર્યો નથી.

'હીરામંડી' પહેલાં સંજય લીલા ભણસાલીની 'ગંગુબાઈ કાઠિયાવાડી' રિલીઝ થશે. આ ઉપરાંત 'બૈજુબાવરા' પર પણ સંજય લીલા ભણસાલી કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલ પ્લે કરે તેવી શક્યતા છે.