ટીવીના ટીપુ સુલતાનની માફી:સંજય ખાન ફ્લાઈટમાં પ્રીતિ ઝિન્ટાને ઓળખી શક્યા નહીં, સો.મીડિયા પર માફી માગી

4 દિવસ પહેલા
  • સંજયે ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા પ્રીતિની માફી માગી
  • મેં તારી ઘણી ફિલ્મોમાં તારો સુંદર ચહેરો જોયો છે- સંજય ખાન

એક્ટર સંજય ખાને સોશિયલ મીડિયા પર કન્ફેશન કર્યું છે. દુબઈ જતી ફ્લાઈટમાં તેઓ પ્રીતિ ઝિન્ટાને ઓળખી ન શક્યા. તેના માટે સંજયે ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા પ્રીતિની માફી માગી. સંજય પ્રીતિને ત્યાં સુધી ઓળખી ન શક્યા જ્યાં સુધી તેમની દીકરીએ પ્રીતિની તરફ ઈશારો ન કર્યો.

ફિલ્મોમાં જોઈ હતી પ્રીતિને
સંજય ખાને પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, પ્રિય પ્રીતિ- એક સજ્જન તરીકે માફી માગવી એ મારું કર્તવ્ય સમજું છું કે
જ્યારે મારી દીકરી સિમોને તને દુબઈની ફ્લાઈટમાં જોઈ તો હું તમને ઓળખી ન શક્યો. સંજયે આગળ કહ્યું, ઝિન્ટા બોલવામાં આવે તો જ હું તને ઓળખી શકું છું કારણ કે મેં તારી ઘણી ફિલ્મોમાં તારો સુંદર ચહેરો જોયો છે.

લગ્ન બાદ પ્રીટિ ઝિન્ટા અમેરિકામાં રહે છે.
લગ્ન બાદ પ્રીટિ ઝિન્ટા અમેરિકામાં રહે છે.

સાત વર્ષ બાદ ફિલ્મોમાં પરત ફરી પ્રીતિ
પ્રીતિએ તાજેતરમાં જોડિયા બાળકોની માતા બની હોવાના સમાચાર આવ્યા હતા. પ્રીતિ અને તેના પતિએ સોશિયલ મીડિયા પર સરોગસી દ્વારા જન્મેલા પોતાના બાળકોના નામ તો જણાવ્યા પરંતુ તેમ છતાં તેમની તસવીરો છુપાવી છે. તેને જીનની સાથે એક સેલ્ફીની સાથે સાથે તેનું નામ જિયા ઝિન્ટા ગુડઈનફ અને જય ઝિન્ટા ગુડઈનફ જણાવ્યું. વર્ક ફ્રન્ટ પર પ્રીતિએ છેલ્લે 2018માં ભૈયાજી સુપરહિટમાં જોવા મળી હતી.