સુહાના ખાન બાદ બેસ્ટ ફ્રેન્ડ પણ પ્રેમમાં પડી?:સંજય કપૂરની દીકરી શનાયા ને કરન કોઠારી એકબીજાને ડેટ કરતા હોવાની અટકળો

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર સંજય કપૂર તથા જ્વેલરી ડિઝાઇનર મહિપ કપૂરની દીકરી શનાયા કપૂરે હજી સુધી બોલિવૂડ ડેબ્યૂ કર્યું નથી. શનાયા પાર્ટી તથા રેડ કાર્પેટ પર અવાર-નવાર જોવા મળે છે. શનાયા કપૂર એક્ટર શાહરુખની દીકરી સુહાના તથા ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેની ખાસ ફ્રેન્ડ છે. આ ત્રણેય અવાર-નવાર સાથે જોવા મળતા હોય છે. હાલમાં જ શનાયા પોતાની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં આવી છે. 23 વર્ષીય શનાયા સિંગલ નથી.

કોને ડેટ કરે છે?
શનાયા કપૂર ક્યારથી ડેટ કરે છે, તે તો ખ્યાલ નથી. જોકે, માનવામાં આવે છે કે શનાયા જ્યારે લોસ એન્જલસની યુનિર્વસિટીમાં ભણતી હતી ત્યારથી કરન કોઠારીને ડેટ કરે છે. કરન કોઠારી મુંબઈનો છે અને તેને બોલિવૂડ સાથે કોઈ સંબંધો નથી. કરન કોઠારીએ લોસ એન્જલસમાં પોતાનું સ્ટાર્ટ અપ પણ શરૂ કર્યું છે.

પેરેન્ટને ભાઈ જહાન સાથે શનાયા
પેરેન્ટને ભાઈ જહાન સાથે શનાયા

શનાયાએ કરનને પોતાનો પાર્ટનર ગણાવ્યો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શનાયાએ સો.મીડિયામાં ક્યારેય કરન કોઠારી અંગે કોઈ પોસ્ટ કરી નથી. શનાયા હાલમાં કરન કોઠારી અંગે કોઈ વાત કરવા માગતી નથી. જોકે, અનેક બોલિવૂડ પાર્ટીમાં શનાયાએ કરનને પોતાના પાર્ટનર તરીકે ઇન્ટ્રોડ્યૂસ કર્યો છે. બંને એકબીજાને ઘણાં જ પસંદ કરે છે.

શનાયા બોલિવૂડ ડિરેક્ટર-પ્રોડ્યૂસર કરન જોહરની ફિલ્મ 'બેધડક'થી ડેબ્યૂ કરવાની છે. આ ઉપરાંત તે 'સ્ક્રૂ ઢીલા'માં ટાઇગર શ્રોફ સાથે જોવા મળશે. શનાયાએ ફિલ્મ 'ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.

સુહાના પણ પ્રેમમાં છે
સૂત્રોના મતે, સુહાના તથા અગસ્ત્ય એકબીજાના પ્રેમમાં છે. આટલું જ નહીં ગયા વર્ષે કપૂર પરિવારના ક્રિસમસ લંચમાં અગસ્ત્યે સુહાના ખાનને પોતાની પાર્ટનર તરીકે ઇન્ટ્રોડ્યૂસ કરી હતી. ઉલ્લેખનીય છે કે શશિ કપૂર દર વર્ષે નાતાલના દિવસે ફેમિલી લંચનું આયોજન કરતા હતા. આ દિવસે કપૂર પરિવારના મોટા ભાગના સભ્યો અચૂકથી હાજર રહેતા હોય છે. શશિ કપૂરના અવસાન બાદ તેમના પરિવારે આ પરંપરા ચાલુ રાખી છે અને દર વર્ષે ક્રિસમસ પર લંચ રાખતા હોય છે. સૂત્રોના મતે, ઝોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચિઝ'ના સેટ પર બંને વચ્ચે પ્રેમ થયો હતો. બંને પોતાના રિલેશન છુપાવવાનો સહેજ પણ પ્રયાસ કરતા નથી. બંને અવાર-નવાર સાથે જોવા મળે છે, પરંતુ હાલમાં બંનેમાંથી એક પણ પોતાના સંબંધોને ઑફિશિયલ કરશે નહીં. અગસ્ત્યની માતા શ્વેતા બચ્ચન નંદાએ દીકરાની પસંદને મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે શ્વેતા નંદા બોલિવૂડ દિગ્ગજ અમિતાભ બચ્ચનની દીકરી છે.

અનન્યા પાંડેના સંબંધો આદિત્ય રોય કપૂર સાથે હોવાની ચર્ચા
શનાયાની બીજી બેસ્ટ ફ્રેન્ડ અનન્યાના સંબંધો પહેલાં એક્ટર ઈશાન ખટ્ટર સાથે હતા. બંને વચ્ચે ચારેક વર્ષ સુધી રિલેશન રહ્યા હતા. જોકે, પછી બંને અલગ થઈ ગયા હતા. અનન્યા હાલમાં આદિત્ય રોય કપૂરને ડેટ કરતી હોવાની ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...