વધુ એક સ્ટાર કિડ્સની એન્ટ્રી:સોનમ-જાહન્વી બાદ હવે શનાયા કપૂર બોલિવૂડમાં આવશે, અન્ય સ્ટાર કિડ્સ પણ ફિલ્મોમાં ઝંપલાવવા તૈયાર

મુંબઈએક વર્ષ પહેલા

2020માં લાંબા લૉકડાઉન તથા કોવિડ 19ને કારણે અનેક સ્ટાર કિડ્સ બોલિવૂડ ડેબ્યૂ કરી શક્યા નહીં. જોકે, આ વખતે કેટલાંક સ્ટાર કિડ્સ ફિલ્મમાં એન્ટ્રી લઈ શકે છે. આ લિસ્ટમાં સૌથી ટોચ પર બોલિવૂડ એક્ટ્રર સંજય કપૂરની દીકરી શનાયા કપૂર છે. ફિલ્મમેકર તથા પ્રોડ્યૂસર કરન જોહરે પોતાની ફિલ્મથી શનાયાને લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે શનાયા કપૂરની પિતરાઈ બહેનો સોનમ કપૂર તથા જાહન્વી કપૂર બોલિવૂડમાં કામ કરે છે.

કરન જોહરે શનાયાનો એક વીડિયો શૅર કરીને આ વાતને કન્ફર્મ કરી હતી. આ વર્ષે જુલાઈમાં શનાયા પોતાની પહેલી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.

શનાયાએ જાહન્વી કપૂરની ફિલ્મ 'ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર હતી. હાલમાં જ શનાયાએ પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલને પબ્લિક કરી હતી.

શનાયાની જેમ આ સ્ટાર કિડ્સ પણ બોલિવૂડમાં એન્ટ્રી લઈ શકે છે.

સુહાના ખાન

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન સોશિયલ મીડિયામાં ઘણી જ લોકપ્રિય છે. સુહાના બોલિવૂડમાં કામ કરવા માગે છે. શોર્ટ ફિલ્મ 'ધ ગ્રે પાર્ટ ઓફ બ્લૂ'માં સુહાના ખાનની એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા હતા.

ખુશી કપૂર

જાહન્વી કપૂર બાદ હવે તેની નાની બહેન ખુશી કપૂર પણ બોલિવૂડમાં આવી શકે છે. ખુશી ઘણી જ ગ્લેમરસ તથા સ્ટાઈલિશ છે. તે સોશિયલ મીડિયામાં ખાસ્સી એક્ટિવ રહે છે. ખુશી હાલમાં અમેરિકામાં ફિલ્મમેકિંગ સ્કૂલમાંથી એક્ટિંગનો કોર્સ કરે છે.

અહાન પાંડે

અનન્યા પાંડેના કાકાનો દીકરો તથા ચંકી પાંડેનો ભત્રીજો અહાન પાંડે આ વર્ષે ફિલ્મમાં જોવા મળી શકે છે. રિપોર્ટ પ્રમાણે, અહાન યશરાજ બેનર સાથે ફિલ્મી કરિયર શરૂ કરશે.

આર્યન ખાન

શાહરુખ ખાનનો મોટો દીકરો આર્યન ખાન સોશિયલ મીડિયામાં ઘણો જ લોકપ્રિય છે. શાહરુખ ખાનના ચાહકો આર્યન ખાનને મોટા પડદે જોવા માટે ઉત્સુક છે. ચર્ચા છે કે આર્યન ખાન પ્રોડ્યૂસર કરન જોહરની ફિલ્મ 'સ્ટૂડન્ટ ઓફ ધ યર-3'થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરશે.