વાઇરલ:સંજય દત્તની દીકરી ત્રિશાલા વ્હાઇટ બિકીનીમાં લાગી સેન્સેશનલ, રાત્રે સ્વિમિંગ પૂલમાં ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ત્રિશાલાની વેકેશનની તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ.

સંજય દત્તની દીકરી ત્રિશાલા સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે અવારનવાર સેન્સેશનલ તસવીરો પોસ્ટ કરતી હોય છે. હાલમાં ત્રિશાલા હવાઇમાં વેકેશન મનાવી રહી છે. ત્રિશાલાએ હવાઇ બીચની તસવીરો સો.મીડિયામાં શૅર કરી છે, જેમાં તે ઘણી જ સુંદર લાગે છે.

ત્રિશાલા બિકીનીમાં જોવા મળી
ત્રિશાલા ક્યારેય યલો કે ક્યારેક વ્હાઇટ બિકીનીમાં જોવા મળી છે. તે સ્વિમિંગ પૂલમાં પોઝ આપતી જોવા મળી હતી. વ્હાઇટ બિકીનીની તસવીર શૅર કરીને ત્રિશાલાએ કહ્યું હતું કે નાઇટ સ્વિમ.

વેકેશન એન્જોય કરતી ત્રિશાલા

અમેરાકમાં સાઇકોથેરેપિસ્ટ છે
33 વર્ષીય ત્રિશાલા અમેરિકામાં સાઇકોથેરેપિસ્ટ છે. સંજય દત્તને એ વાત ક્યારેય મંજૂર નહોતી કે તેની દીકરી બોલિવૂડમાં એન્ટ્રી કરે. ત્રિશાલાના સંબંધો સાવકી માતા માન્યતા સાથે ઘણાં જ સારા છે.

સંજયની પહેલી પત્નીની દીકરી
સંજય તથા રિચા શર્માની દીકરી ત્રિશાલા છે. રિચા 80ના દાયકાની બોલિવૂડમાં એક્ટ્રેસ તરીકે કામ કરતી હતી. રિચા તથા સંજયે 1987માં લગ્ન કર્યા હતા. 1988માં રિચાએ દીકરીને જન્મ આપ્યો હતો. જોકે, થોડાં વર્ષ બાદ રિચાનું બ્રેન ટ્યૂમરને કારણે અવસાન થયું હતું. રિચા અમેરિકામાં નાના-નાનીનાં ત્યાં રહીને જ મોટી થઈ છે.