તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલિવૂડમાં વેક્સિનેશન:સંજય દત્તે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો, ફોટો શૅર કરીને ડૉક્ટર્સની ટીમે શુભેચ્છા આપી

મુંબઈ3 મહિનો પહેલા
સંજયે મુંબઈના BKC જમ્બો વેક્સિનેશન સેન્ટરમાં કોરોના વેક્સિન લીધી

61 વર્ષીય સંજય દત્તે મંગળવાર, 23 માર્ચના રોજ કોવિડ 19ની વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. સંજયે સો.મીડિયામાં વેક્સિન લગાવતો હોય તેવી એક તસવીર શૅર કરીને ચાહકોને આ અંગેની માહિતી આપી હતી. આ સાથે તેણે ડૉક્ટર્સ તથા તેમની ટીમનો આભાર માન્યો હતો. સંજયે મુંબઈના BKC જમ્બો વેક્સિનેશન સેન્ટરમાં કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો.

સંજયે ફોટો શૅર કરીને કહ્યું હતું, 'મેં કોવિડ 19 વેક્સિનનો પહેલો ડોઝ BKC જમ્બો વેક્સિનેશન સેન્ટર પર લગાવ્યો છે. હું ડૉ ધેરે તથા તેમની ટીમનો આ શાનદાર કામ બદલ શુભેચ્છા પાઠવું છું. તેમની તથા તેમની ટીમને મહનેત માટે મારા મનમાં ઘણો જ પ્રેમ તથા સન્માન છે. જય હિંદ.'

સંજુબાબાએ સો.મીડિયામાં કરેલી પોસ્ટ
સંજુબાબાએ સો.મીડિયામાં કરેલી પોસ્ટ

આ સેલેબ્સે પણ વેક્સિન લગાવી
ઘણાં બોલિવૂડ સેલેબ્સે વેક્સિન લીધી છે. સંજય દત્ત પહેલાં સૈફ અલી ખાન, રાકેશ રોશન, સતીષ શાહ, શિલ્પા શિરોડકર, જ્હોની લીવર, મેઘના નાયડુ, શર્મિલા ટાગોર, નીના ગુપ્તા, કમલ હસન, હેમા માલિની, અનુપમ ખેર, ગજરાજ રાવ, પરેશ રાવલ, નાગાર્જન સહિતના સેલેબ્સે વેક્સિન લગાવી છે.

'KGF ચેપ્ટર 2'માં સંજય દત્ત જોવા મળશે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સંજય છેલ્લે 'સડક 2'માં આલિયા ભટ્ટ તથા આદિત્ય રોય કપૂર સાથે જોવા મળ્યો હતો. હવે તે 'KGF: ચેપ્ટર 2', 'ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા' તથા 'પૃથ્વીરાજ' જેવી ફિલ્મમાં જોવા મળશે. સંજયને ગયા વર્ષે ફેફસાનું કેન્સર હતું. બીમારીને કારણે સંજયે એક વર્ષનો બ્રેક લીધો હતો.