'શમશેરા' ફ્લોપ જતાં સંજુબાબાએ શું કહ્યું?:બોલ્યો- 'કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહના...'

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફિલ્મમેકર કરન મલ્હોત્રાની ફિલ્મ 'શમશેરા' બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે. સંજુબાબાએ સો.મીડિયામાં ફિલ્મને મળેલા નબળા પ્રતિસાદ અંગે એક લાંબી નોટ લખી છે. સંજયે લખ્યું છે કે ક્યારેક તો ફિલ્મને પોતાની ઓડિયન્સ મળી જ રહેશે. આ સાથે જ સંજયે 'શમશેરા'ને પોતાની ફિલ્મ ગણાવી છે.

આ ફિલ્મ લોહી-પરસેવા ને આંસુથી બની છે
સંજય દત્તે કહ્યું હતું, 'આ ફિલ્મ લોહી-પરસેવા તથા આંસુઓથી બની છે. આ એક સપનું હતું અને અમે સ્ક્રીન પર તેને સાકાર કર્યું છે. ફિલ્મ દર્શકોના મનોરંજન માટે બનાવવામાં આવે છે અને દરેક ફિલ્મને ક્યારેક ને ક્યારેક તો પોતાની ઓડિયન્સ મળી જ જાય છે. 'શમશેરા'ને અનેક લોકોએ વખોડી છે. કેટલાંક લોકો ફિલ્મ જોયા વગર જ ગમેતેમ બોલે છે. મને એ જાણીને દુઃખ થયું કે લોકો તમારી મહેનતને માન પણ આપતા નથી.'

કરનને સાથ આપીશ
સંજય દત્તે ફિલ્મના ડિરેક્ટર કરનના વખાણ કરતાં કહ્યું, 'હું ફિલ્મમમેકર કરનનો ઘણો જ મોટો ચાહક છું. છેલ્લાં ચાર દાયકાની કરિયરમાં મેં જેટલા પણ ડિરેક્ટર્સ સાથે કામ કર્યું, તેમાંથી કરન સૌથી બેસ્ટ છે. કરન મારા પરિવાર જેવો છે. તેની સાથે કામ કરવું મારા માટે ગર્વની વાત હોય છે. હું હંમેશાં તેની સાથે ઊભો રહીશ.'

સંજય દત્તે રણબીરના વખાણ કર્યા
ફિલ્મ રિલીઝ થયા બાદ ચાહકોએ રણબીર કપૂરની ટીકા કરી હતી. આ અંગે એક્ટરે કહ્યું હતું, 'મને આ જોઈને આંચકો લાગ્યો કે કેવી રીતે લોકો અમારા સમયના સૌથી હાર્ડ વર્કિંગ તથા ટેલેન્ટેડ એક્ટર્સમાંથી એકના કામની ટીકા કરવામાં ઉત્સુક છે. અમારા માટે નફરત ને ટીકા કરતાં વધારે આર્ટ ને કમિટમેન્ટ્સ મહત્ત્વના છે. જે પ્રેમ અમે ફિલ્મ તથા તેની સાથે જોડાયેલા લોકો માટે ફીલ કરીએ છીએ તે આ તમામ બાબતથી પર છે.' છેલ્લે સંજય દત્તે કહ્યું હતું, 'બાકી કુછ તો લોગ કહેંગ, લોગો કા કામ હૈ કહના...'

કરન મલ્હોત્રાએ શું કહ્યું?
કરને ફિલ્મને મળેલી નફરત અંગે રિએક્શન આપતાં કહ્યું હતું, 'મારો 'શમશેરા' તું એવો જ રાજસી ને આલીશાન છે. આ પ્લેટફોર્મ પર પોતાને એક્સપ્રેસ કરવું ઘણું જ મહત્ત્વનું છે, કારણ કે અહીંયા તમને પ્રેમ, નફરત, સેલિબ્રેશન તથા અપમાન બધું જ મળશે. હું માફી માગું છું, કારણ કે હું નફરત ને ગુસ્સાને સંભાળી શક્યો નહીં. મારું કમબેક મારી જ નબળાઈ હતી અને તે માટે હું કોઈ બહાનાબાજી કરીશ નહીં. 'શમશેરા' મારું છે.'

150 કરોડના બજેટમાં બની
રણબીર કપૂરે ફિલ્મ 'શમશેરા'થી ચાર વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક કર્યું છે. ફિલ્મમાં સંજય દત્ત-રણબીર ઉપરાંત વાણી કપૂર, રોનિત રોય, સૌરભ શુક્લા પણ છે. આ ફિલ્મ 150 કરોડના બજેટમાં બની છે. 22 જુલાઈએ રિલીઝ થયેલી આ ફિલ્મે અત્યાર સુધી માત્ર 36 કરોડની કમાણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...