તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોલિવૂડ સેલેબ્સ પોતાના પાર્ટનરને મોંઘી ગિફ્ટ્સ આપવા માટે જાણીતા છે. હાલમાં જ સંજય દત્તે પોતાની પત્ની માન્યતાને બાંદ્રાના પાલી હિલ સ્થિત ચાર લક્ઝૂરિયસ એપાર્ટમેન્ટ ગિફ્ટમાં આપ્યા હતા. જોકે, માન્યતાએ માત્ર એક અઠવાડિયાની અંદર આ ચારેય ફ્લેટ સંજય દત્તને પરત આપી દીધા હતા.
ઈમ્પિરિયલ હાઈટ્સમાં સંજુબાબાએ ચાર ફ્લેટ ખરીદ્યા
વેબ પોર્ટલ મની કંટ્રોલના અહેવાલ પ્રમાણે, સંજય દત્તે રોકાણ કરવા માટે પાલી હિલ સ્થિત આવેલી બિલ્ડિંગ ઈમ્પિરિયલ હાઈટ્સમાં ચાર ફ્લેટ ખરીદ્યા હતા. એક ફ્લેટની કિંમત 26.5 કરોડ હોવાનું કહેવાય છે. એટલે કે ચાર ફ્લેટની કિંમત 100 કરોડથી પણ વધુ થાય છે. ઉલ્લેખનીય છે કે સંજય દત્ત પોતાના પરિવાર સાથે આ જ બિલ્ડિંગમાં એટલે કે ઈમ્પિરિયલ હાઈટ્સમાં જ રહે છે.
અહેવાલ પ્રમાણે, સંજય દત્તે ત્રીજા ફ્લોર તથા ચોથા માળે બે ફ્લેટ ખરીદ્યા છે. જ્યારે 11 તથા 12મા માળે પેન્ટ હાઉસ લીધું છે. સૂત્રોના મતે, પહેલી ગિફ્ટ ડીડ 23 ડિસેમ્બર, 2020ના રોજ કરવામાં આવી હતી. છઠ્ઠા દિવસે એટલે કે 29 ડિસેમ્બર, 2020ના રોજ માન્યતાએ આ ગિફ્ટ પરત આપી દીધી હતી. આ દસ્તાવેજો 500 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કરવામાં આવ્યા હતા. દસ્તાવેજ પ્રમાણે, સંજય દત્તને ચાર ફ્લેટની સાથે 15 કારનું પાર્કિંગ પણ મળ્યું છે.
ટેક્સને કારણે માન્યતાએ ગિફ્ટ પરત ફરી
લીગલ એક્સપર્ટના મતે, માન્યતાએ ટેક્સની લેવડ-દેવડને કારણે આ ગિફ્ટ સંજય દત્તને પાછી આપી દીધી છે.
આ બિલ્ડિંગ સિરાજ લોખંડવાલા (લોખંડવાલા કન્સ્ટ્રક્શનના માલિક, જેમણે લોખંડવાલા કોમ્પ્લેક્સ બનાવ્યું છે, આ ઉપરાંત બાંદ્રાના કાર્ટર રોડ સ્થિત રિજન્ટ હોટલ તથા જોગર્સ પાર્ક બનાવ્યું છે)એ બનાવી છે. ઉલ્લેખનીય છે કે આ જગ્યા પર પહેલાં સુનીલ દત્તનો બંગલો હતો.
સ્કેવર ફૂટ દીઠ 90-95 હજાર ભાવ
સૂત્રોના મતે, એક ફ્લેટ અંદાજે ત્રણ હજાર સ્કેવર ફૂટનો છે. સ્કેવર ફૂટ દીઠ 90-95 હજાર રૂપિયા ભાવ છે. એક ફ્લેટ દીઠ પાંચથી સાત લાખ રૂપિયા ભાડું મળી શકે છે.
ગયા વર્ષે સંજય દત્ત કેન્સરનો ભોગ બન્યો હતો
ગયા વર્ષે ઓગસ્ટમાં સંજય દત્તને ફેફસાંનું કેન્સર હોવાની વાત સામે આવી હતી. 19 ઓક્ટોબરના રોજ સંજય દત્તનો PET રિપોર્ટ આવ્યો હતો અને એમાં તે કેન્સર ફ્રી હોવાની જાણ થઈ હતી.
સંજય દત્તના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ એક્ટરે 'પૃથ્વીરાજ'નું શૂટિંગ પૂરું કર્યું હતું. તે 'KGF 2'માં જોવા મળશે. આ ઉપરાંત સંજુબાબા 'તોરબાઝ', 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા', 'શમશેરા' જેવી ફિલ્મમાં જોવા મળશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.