તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મંગળવારે સંજય દત્ત અને માન્યતા દત્ત સ્પેશિયલ ફ્લાઈટથી દુબઈ જવા રવાના થયા. દુબઈ જવાનું કારણ સંજયના જોડિયાં બાળકો છે જે છેલ્લા 6 મહિનાથી દૂર છે. દેશમાં લોકડાઉનને લીધે માન્યતા પણ સંજયની સાથે નહોતી, ઇકરા અને શહરાન દુબઈમાં અભ્યાસ કરે છે આથી બંને ઇન્ડિયા આવી શક્યા નહોતા.
માન્યતાએ સફર દરમિયાન બે ફોટોઝ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યા હતા અને લખ્યું, જીવનને માણો. ફ્લાઈટમાં સંજયનું સ્વાગત એક કોફીથી કરવામાં આવ્યું જેની પર લાટે આર્ટની મદદથી સંજયનો ફોટો હતો. સંજયને લંગ કેન્સર હોવાના સમાચાર ખબર પડતા માન્યતા બાળકોને દુબઈ જ રાખીને ભારત આવી હતી.
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સમાચાર પ્રમાણે, સંજયની તબિયત પહેલા કરતાં સારી છે. તે એક અઠવાડિયાં કે 10 દિવસમાં પાછો આવી જશે. સંજુના સંતાનો દુબઈમાં જ છે તેને મળવા માટે તે ગયો છે. સંતાનોનો અભ્યાસ દુબઈમાં ચાલુ છે. સંજુએ થોડા દિવસ પહેલાં પોતાનો નવો લુક કર્યો છે. માન્યતાએ ફોટો શેર કર્યો છે તેમાં સંજયના ચહેરા પર ખુશી દેખાઈ રહી છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.