સંદીપ નાહર આત્મહત્યા કેસ:મોતના સમાચાર વાઈરલ થયા બાદ સો.મીડિયામાંથી ડિલીટ થઈ સુસાઈડ નોટ, છેલ્લાં 14 મહિનાનો ડેટા ગુમ

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ 'એમ એસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી' તથા અક્ષય કુમાર સાથે 'કેસરી'માં કામ કરનાર સંદીપ નાહરે સોમવાર, 15 ફેબ્રુઆરીના રોજ સાંજ આત્મહત્યા કરી હતી. સંદીપે સો.મીડિયામાં લાંબી સુસાઈડ નોટ લખી હતી અને નવ મિનિટનો એક વીડિયો પણ શૅર કર્યો હતો. હવે આ કેસમાં લેટેસ્ટ અપડેટ એ છે કે સંદીપના આત્મહત્યાના સમાચાર મીડિયામાં વાઈરલ થયા બાદ તેનો વીડિયો તથા સુસાઈડ નોટ સો.મીડિયામાંથી હટાવી દેવામાં આવી છે. ખાસ વાત એ છે કે આમાં પોલીસની કોઈ ભૂમિકા નથી. આટલું જ નહીં સંદીપની પત્નીએ પોતાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પ્રાઈવેટ કરી દીધું છે અને ફેસબુક અકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું છે.

અક્ષય કુમાર સાથે સંદીપઃ ફાઈલ તસવીર
અક્ષય કુમાર સાથે સંદીપઃ ફાઈલ તસવીર

દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં મુંબઈ પોલીસના DSP વિશાલ ઠાકુરે કહ્યું હતું કે તેમણે સંદીપના સો.મીડિયા પેજ પરની કોઈ પણ માહિતી અથવા પોસ્ટ હટાવી નથી. માનવામાં આવે છે કે સંદીપની પત્ની કંચન શર્માએ આ પોસ્ટ હટાવી છે અથવા તો કોઈ યુઝરે રિપોર્ટ કર્યા બાદ સો.મીડિયા કંપનીએ જાતે જ આ પોસ્ટ ડિલીટ કરી છે.

પત્ની સાથે સંદીપઃ ફાઈલ તસવીર
પત્ની સાથે સંદીપઃ ફાઈલ તસવીર

તો શું સંદીપની પત્નીએ પોસ્ટ હટાવી?
સંદીપનું સો.મીડિયા અકાઉન્ટ જોયું તો ખ્યાલ આવ્યો કે માત્ર તેની સુસાઈડ નોટ કે વીડિયો જ ડિલીટ કરવામાં નથી આવ્યો, પરંતુ છેલ્લાં 14 મહિનાનો ડેટા પણ ગાયબ છે. આ પોસ્ટમાં એક પોસ્ટ એ હતી, જેમાં તેણે પત્નીને કરવાચૌથ પર શુભેચ્છા પાઠવી હતી, આ ઉપરાંત સંદીપે ગયા વર્ષે સુશાંતના મોત પછી એક પોસ્ટ કરી હતી. સંદીપના સો.મીડિયા પેજ પર છેલ્લી પોસ્ટ 17 ડિસેમ્બર, 2019ના રોજની છે.

'એમ એસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી'માં સંદીપે સુશાંતના મિત્ર સરદારનો રોલ પ્લે કર્યો હતો.
'એમ એસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી'માં સંદીપે સુશાંતના મિત્ર સરદારનો રોલ પ્લે કર્યો હતો.

સુસાઈડ નોટમાં પત્ની વિરુદ્ધ નિવેદન
સંદીપની સુસાઈડ નોટમાં પત્ની કંચન શર્મા તથા સાસુ વુનુ શર્મા વિરુદ્ધ અનેક ગંભીર વાતો કહેવામાં આવી છે. સંદીપના મતે, કંચન સાથે લગ્ન કર્યા બાદ તેનું જીવન નર્ક બની ગયું હતું. કંચન તથા તેની માતા તેને વાતે વાત હેરાન કરતા હતા. સુસાઈડ નોટમાં લખેલી વાત પરથી એ સ્પષ્ટ થાય છે કે સંદીપે કંચન તથા વુનુથી હેરાન થઈને આત્મહત્યા કરી છે. જોકે, સંદીપે સ્પષ્ટ રીતે સુસાઈડ નોટમાં લખ્યું છે કે મર્યા બાદ તેની પત્નીને કંઈ જ કહેવામાં ના આવે. પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે. (વાંચો પૂરી સુસાઈડ નોટ)

સંદીપે 'કેસરી'માં શિખ સૈનિકનો રોલ પ્લે કર્યો હતો.
સંદીપે 'કેસરી'માં શિખ સૈનિકનો રોલ પ્લે કર્યો હતો.

પત્નીએ હોસ્પિટલમાં પણ રમત રમી
ગોરેગાંવ પોલીસના મતે, સંદીપ નાહરની ડેડબોડી સાથે કંચન શર્માએ બે હોસ્પિટલના ચક્કર કાપ્યા હતા. એક હોસ્પિટલે સંદીપને મૃત જાહેર કર્યો પછી કંચન પોલીસને જણાવ્યા વગર ડેડબોડી ઘરે લઈ આવી હતી. ઘરે આવ્યા બાદ કંચને પોલીસને માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, સંદીપે પોતાનો રૂમ અંદરથી બંધ કરીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેની પત્ની કંચન શર્માએ સુથારને બોલાવીને દરવાજો તોડાવ્યો અને ડેડબોડી બહાર કાઢી હતી. કહેવાય છે કે ડેડબોડીને પંખા પરથી ઉતારવામાં કંચને બીજા બે લોકોની મદદ લીધી હતી. (વાંચો પૂરા સમાચાર)

અન્ય સમાચારો પણ છે...