કોવિડ પ્રોટોકોલ વગરની પાર્ટી:કરીના સાથે પાર્ટી કરનાર સલમાનની ભાભી અને મહિપ કપૂર પણ કોરોના પોઝિટિવ, આલિયા માસ્ક વગર પબ્લિક પ્લેસમાં આવી

મુંબઈ5 મહિનો પહેલા
  • કરીના-અમૃતા સાથે પાર્ટી કરનારાં 9 સેલેબ્સ કોણ કોણ હતાં?

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર તથા અમૃતા અરોરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ BMCએ બંનેના સંપર્કમાં આવનારા તમામ લોકોને ટ્રેસ કરીને ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. કરીનાએ કરન જોહર તથા રિયા કપૂરની પાર્ટીમાં હાજરી આપી હતી. આ જ પાર્ટીમાં સલમાનની ભાભી સીમા ખાન તથા મહિપ કપૂર પણ આવી હતી. આ બંને પણ હવે પોઝિટિવ છે. કરીના, અમૃતા, મહિપ તથા સીમા પોઝિટિવ આવ્યા બાદ આ પાર્ટી આફતની પાર્ટી બની ગઈ છે. આ પાર્ટીમાં આવેલા સેલેબ્સના ટેસ્ટ કરવામાં આવશે. જાણીએ આ પાર્ટીમાં કોણ કોણ આવ્યું હતું.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ કરની પાર્ટીમાં સામેલ હતી. આ જ વર્ષે એપ્રિલમાં આલિયાને કોરોના થયો હતો. હાલમાં આલિયા આઇસોલેટ થઈ નથી. કરીનાનો રિપોર્ટ આવ્યો ત્યારે તે સોની રાઝદાન સાથે મુંબઈમાં ફરતી હતી. ભીડની વચ્ચે પણ આલિયાએ માસ્ક પહેર્યું નહોતું.

કરન જોહર
કરન જોહરે 'કભી ખુશી કભી ગમ' ફિલ્મના 20 વર્ષ પૂરાં થતાં હાઉસ પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં ફિલ્મની લીડ એક્ટ્રેસ કરીના પણ આવી હતી. કરનની સાથે તેની માતા હીરુ જોહર પણ હતી. આ પહેલાં પણ કરનના ઘરમાં હાઉસ સ્ટાફ પોઝિટિવ આવી ચૂક્યો છે. કરનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કરને 13 ડિસેમ્બરે રિપોર્ટ કરાવ્યો હતો.

અર્જુન કપૂર-મલાઈકા અરોરા

કરનની હાઉસ પાર્ટીમાં મલાઈકા બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે આવી હતી. મલાઈકા તથા અર્જુન કપૂરને પણ કોરોના થઈ ચૂક્યો છે. કરનની પાર્ટીના બે દિવસ બાદ મલાઈકા દીકરા અરહાનને લેવા મુંબઈ એરપોર્ટ આવી હતી. અહીં તેનો પૂર્વ પતિ અરબાઝ ખાન પણ હતો. એરપોર્ટ પર મલાઈકાએ કોવિડ પ્રોટોકોલ ફોલો કર્યા હતા.

કરિશ્મા કપૂર

કરીનાની બહેન કરિશ્મા પણ પાર્ટીમાં આવી હતી. કરીના, કરિશ્મા તથા અમૃતા એક જ કારમાં આવી હતી. આ પાર્ટીનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં કરીના પોતાનો ચહેરો છુપાવતી જોવા મળી હતી.

મસાબા ગુપ્તા

કરીનાએ થોડા દિવસ પહેલાં અનિલ કપૂરની દીકરી રિયા કપૂરની પાર્ટી માણી હતી. અહીં ડિઝાઇનર મસાબા ગુપ્તા આવી હતી. આ પાર્ટીમાં પણ કરીના તથા અમૃતા સાથે આવ્યાં હતાં.

રિયા કપૂર

અનિલ કપૂરની દીકરી રિયાએ 7 ડિસેમ્બરે પાર્ટી આપી હતી. આ પાર્ટીની એક તસવીર પણ સામે આવી હતી અને તમામ મહેમાનો સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક વગર જોવા મળ્યા હતા.

મહિપ કપૂર
સંજય કપૂરની પત્ની મહિપ કપૂર પણ કરન જોહરની પાર્ટીમાં સામેલ થઈ હતી. મહિપ કપૂર કોરોના પોઝિટિવ છે.

સીમા ખાન
સલમાનના ભાઈ સોહિલ ખાનની પત્ની સીમા ખાન તથા મહિપ બંને એક જ કારમાં સાથે પાર્ટીમાં આવી હતી. મહિપનો રિપોર્ટ પણ પોઝિટિવ છે.