તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિચિત્ર ટ્રેન્ડ:સલમાનની બહેન અર્પિતાએ દુબઈમાં પ્લેટ તોડી, શિલ્પા શેટ્ટી સહિતના સેલેબ્સ ટ્રેન્ડ ફોલો કરીને ટ્રોલ થયાં હતાં

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ક્યારેક શૂટિંગમાં તો ક્યારેક ફેમિલી વેકેશન માટે બોલિવૂડ સેલેબ્સ વિદેશ જતા હોય છે. વિદેશમાં નવા નવા શહેર ફરીને આ સેલેબ્સ ત્યાંની ટ્રેડિશનનો પણ આનંદ લેતા હોય છે, જેમાં ઘણીવાર સેલેબ્સ વિચિત્ર ટ્રેન્ડને ફોલો પણ કરે છે. આ જ કારણે તેઓ સોશિયલ મીડિયામાં ટ્રોલ થતા હોય છે.

સલમાન ખાનની બહેન અર્પિતા હાલમાં દુબઈમાં વેકેશન એન્જોય કરી રહી છે. આ વેકેશનની કેટલીક તસવીરો-વીડિયો અર્પિતાએ સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. એક વીડિયોમાં અર્પિતા રેસ્ટોરામાં મિત્રો સાથે બેસીને પ્લેટ તોડતી જોવા મળી હતી. અર્પિતા જ નહીં તેનો દીકરો આહિલ પણ પ્લેટ ફેંકતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયામાં આ વીડિયો પોસ્ટ થતાં જ યુઝર્સે અર્પિતાને ટ્રોલ કરી છે. વીડિયો જોતા ખ્યાલ આવે છે કે અર્પિતાએ માત્ર 1 મિનિટમાં 24થી વધુ પ્લેટ તોડી નાખી હતી.

વીડિયો જોઈને એક યુઝરે કહ્યું હતું, જેટલાં પૈસાની પ્લેટ તોડી છે, તેટલાં પૈસાથી જો કોઈ ગરીબને ભોજન કરાવ્યું હોત તો પુણ્ય મળત. તો એક યુઝરે કહ્યું હતું, વધુ પૈસા આવી ગયા છે તો ખબર નથી પડતી કે કેવી રીતે યુઝ કરવા. તો કેટલાંકે કહ્યું હતું કે અમીરોના કામ.

શિલ્પા પણ પ્લેટ તોડતાં ટ્રોલ થઈ હતી
વર્ષ 2019માં શિલ્પા શેટ્ટીએ પણ સોશિયલ મીડિયામાં પ્લેટ તોડતો એક વીડિયો શૅર કર્યો હતો. વીડિયો શૅર કરીને શિલ્પાએ કહ્યું હતું, 'પ્લેટ તોડો અને ધોવાથી બચો. આજે બહુ મજા આવી. ઓપા દુબઈ. શિરીન મોરાણી, ઉદય સિંહ આભાર. પ્લેટ તોડીને ડાન્સ કરવાનો કોન્સેપ્ટ મસ્ત છે.'

વીડિયો શૅર થતાં જ યુઝર્સે એક્ટ્રેસને ટ્રોલ કરી હતી. એક યુઝરે કહ્યું હતું, દુનિયાની સૌથી ખરાબ ટ્રેડિશન છે. બીજાએ કહ્યું હતું, દુનિયામાં ઘણી જ ગરીબી છે, આ રીતે પૈસાની બરબાદી ના કરો.

શું છે પ્લેટ તોડવાનો કોન્સેપ્ટ?

શિલ્પા તથા અર્પિતાએ દુબઈની રેસ્ટોરામાં પ્લેટ તોડી હતી. આ ગ્રીસ ટ્રેડિશન છે. આ એક મેડિટેરિયન ટ્રેડિશન છે, જેમાં લોકો પોતાની એક્સાઈટમેન્ટ, ખુશી કે શોક પ્રગટ કરવા માટે પ્લેટ તોડે છે. જે પ્લેટ તોડવામાં આવે છે તે કાચની નહીં પરંતુ ખાંડની બનેલી હોય છે. દુબઈની ઓપા રેસ્ટોરામાં આ અનોખી ટ્રેડિશન અનેક લોકોને આકર્ષિત કરે છે.

ટ્રેન્ડી પિલો ચેલેન્જ કરીને નેહા કક્કર ટ્રોલ થઈ હતી
એપ્રિલ 2019માં સોશિયલ મીડિયામાં પિલો ચેલેન્જ શરૂ થઈ હતી. ત્યારબાદ વિશ્વભરના અનેક લોકોએ આ ટ્રેન્ડમાં ભાગ લીધો હતો. નેહા કક્કરે પણ પિલોને ડ્રેસની જેમ પહેરીને કેટલીક તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કર્યાં હતાં. જોકે, યુઝર્સે તેને ટ્રોલ કરી હતી.

નેહા કક્કર ઉપરાંત તમન્ના ભાટિયા પણ આ ટ્રેન્ડમાં જોડાઈ હતી. તમન્નાએ એક તસવીર શૅર કરી હતી, જેમાં તે વ્હાઈટ પિલોને બેલ્ટ સાથે બાંધીને ડ્રેસની જેમ પહેર્યો હતો. તસવીર વાઈરલ થયા બાદ તે ટ્રોલ થઈ હતી.

પિલો ચેલેન્જ કોણે શરૂ કરી હતી?
આ ચેલેન્જ સ્પેન તથા સ્વીડનના પોપ્યુલર ફેશન ઈન્ફ્લૂએન્સર નેલીએ શરૂ કરી હતી. પાંચ એપ્રિલ, 2019ના રોજ નેલીએ પિલોને ડ્રેસ તરીકે પહેરીને એક તસવીર શૅર કરી હતી. આ તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થી હતી. ત્યારબાદ યુઝર્સે પિલો ચેલેન્જ કરીને તસવીરો શૅર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો