તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘટસ્ફોટ:સલમાનની પૂર્વ પ્રેમિકા સોમીએ કહ્યું, '5 તથા 9 વર્ષની ઉંમરમાં યૌન શોષણ થયું, 14 વર્ષે મારી પર રેપ કરવામાં આવ્યો હતો'

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઐશ્વર્યાને કારણે સોમી તથા સલમાન વચ્ચેના સંબંધો તૂટ્યા હતા

90ના દાયકાની એક્ટ્રેસ સોમી અલી 'નો મોર ટીયર્સ' નામની NGO ચલાવે છે. આ NGOના માધ્યમથી તે રેપ વિક્ટિમ તથા યૌન શોષણનો ભોગ બનેલા બાળકોનું રેસ્ક્યૂ કરે છે. સમલાન ખાનની પૂર્વ પ્રેમિકા સોમી અલીએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કેટલાંક ઘટસ્ફોટ કર્યા હતા. 44 વર્ષીય સોમી અલીએ કહ્યું હતું કે પાંચ તથા નવ વર્ષની ઉંમરમાં તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું અને તે જ્યારે 14 વર્ષની હતી ત્યારે તેની પર રેપ કરવામાં આવ્યો હતો.

પેરેન્ટ્સે કહ્યું હતું, કોઈને કહેતી નહીં
સોમીએ વેબ પોર્ટલ પીપિંગમૂન સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'સૌ પહેલાં પાકિસ્તાનમાં મારું શોષણ કરવામાં આવ્યું હતું. આ સમયે મારી ઉંમર 5 વર્ષની હતી. સર્વન્ટ ક્વાર્ટમાં 3 ઘટનાઓ બની હતી. મેં આ વાત મારા પેરેન્ટ્સને કહી હતી. આ અંગે એક્શન પણ લેવામાં આવ્યા હતા. જોકે, મારા પેરેન્ટ્સે એવું કહ્યું હતું, 'દીકરા, આ વાત કોઈને કહેતી નહીં. મારા મનમાં વર્ષો સુધી આ વાત રહી હતી. હું વિચારતી કે મેં શું ખોટું કર્યું હતું? મેં કેમ મારા પેરેન્ટ્સને વાત કરી? પાકિસ્તાન તથા ભારતીય સંસ્કૃતિ ઈમેજ આધારિત છે. તેઓ મને સલામતી આપી રહ્યાં હતાં, પરંતુ હું તેને સમજી શકી નહોતી. 9 વર્ષની ઉંમરમાં ફરી એવી જ ઘટના બની અને પછી 14 વર્ષની ઉંમરમાં પણ.'

2007માં 'નો મોર ટીયર્સ' શરૂ કરી હતી
2007માં સોમીએ NGO 'નો મોર ટીયર્સ' શરૂ કરી હતી. સોમી અલીએ આ સંસ્થાની શરૂઆત ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બનેલા લોકોની મદદ માટે કરી હતી. છએલ્લાં 14 વર્ષમાં સંસ્થાએ હજારો મહિલાઓ, પુરુષો તથા બાળકોના ચહેરા પર હાસ્ય લાવ્યું છે.

સલમાનને કારણે ભારત આવી હતી
સોમી અલી બોલિવૂડમાં કરિયર બનાવવા માટે નહીં, પરંતુ સલમાન ખાનના પ્રેમને કારણે ભારત આવી હતી. 1991થી 1997 સુધી સોમી અલીએ 'અંત', 'કિશન અવતાર', 'તીસરા કૌન', 'આંદોલન', 'અગ્નિચક્ર' જેવી 10 ફિલ્મ તથા જાહેરાતમાં કામ કર્યું છે.

સોમી જ્યારે 15 વર્ષની હતી ત્યારે તેણે સલમાનની 'મૈંને પ્યાર કિયા' જોઈ હતી અને તેને પ્રેમ કરવા લાગી હતી. સલમાન સાથે લગ્ન કરવાની ઈચ્છાએ સોમી મુંબઈ આવી. અહીંયા આવીને તે કામ શોધવા લાગી. આ દરમિયાન એક સ્ટૂડિયોમાં સોમીની મુલાકાત સલમાન સાથે થઈ હતી. 8 વર્ષ સુધી સોમી તથા સલમાન રિલેશનશિપમાં રહ્યા હતા. બંનેએ ફિલ્મ 'બુલંદ'માં કામ કર્યું હતું, પરંતુ આજ સુધી આ ફિલ્મ રિલીઝ થઈ શકી નથી.

ઐશ્વર્યાને કારણે સંબંધો તૂટ્યા

એક ઈન્ટરવ્યૂમાં સોમીએ કહ્યું હતું કે સલમાન તેનો પહેલો બોયફ્રેન્ડ હતો. જોકે, ઐશ્વર્યા રાય વચ્ચે આવી ગઈ અને તેમના સંબંધો તૂટી ગયા. સોમીએ કહ્યું હતું, 'જ્યારે હું ટીનેજર હતી, ત્યારે સલમાન પર ક્રશ થયો હતો. આ ક્રશને કારણે હું ફ્લોરિડાથી ઇન્ડિયા આવી હતી. મેં લગ્ન કરવા માટે માત્રને માત્ર ફિલ્મમાં કામ કર્યું.' 1997માં સલમાનની નિકટતા 'હમ દિલ દે ચૂક સનમ'ના સેટ પર ઐશ્વર્યા તથા સલમાનની નિકટતાને કારણે સોમી સાથેના સંબંધો તૂટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...