રિએક્શન:કેટરિના વિકીના લગ્નના આમંત્રણ પર સલમાનના સાળા આયુષે ચુપ્પી તોડી, કહ્યું- આ કોઈ મોટી વાત નથી, લોકોએ વાતનું વતેસર કરી નાખ્યું

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેટરીના હંમેશાં એક પરિવારની જેમ અમારી નજીક રહેશે- આયુષ

બોલિવૂડમાં પોતાના શરૂઆતના દિવસોથી જ કેટરીના કૈફ સુપરસ્ટાર સલમાન ખાન અને તેની ફેમિલીની ઘણી નજીક રહી છે. કેટરીનાએ પોતાના લગ્ન પર સલમાન અને તેના પરિવારને આમંત્રણ આપ્યું ન હતું. હવે એક ઈન્ટરવ્યુમાં તેના વિશે સલમાનના સાળા આયુષ શર્માએ કહ્યું, લગ્નમાં આમંત્રણ ન આપવું એ કોઈ મોટી વાત નથી.

અમે બધા ખુશ છીએ કેમ કે તે ખુશ છે
ઈન્ટરવ્યુમાં આયુષે જણાવ્યું કે, અમારા માટે કેટરીના સારી મિત્ર છે અને અમે બધા તેને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. તે આ રીતે પોતાના લગ્ન કરવા માગતી હતી. તેને લગ્નમાં આમંત્રણ ન આપ્યું, તો તે કોઈ મોટી વાત નથી. કેટરીના અને વિકી માટે તે દિવસ ખાસ હતો અને તેઓ તે દિવસને સારી રીતે પસાર કરે તે જરૂરી હતું.

આયુષે આગળ કહ્યું, કેટરીના હંમેશાં એક પરિવારની જેમ અમારી નજીક રહેશે. અમે બધા ખુશ છીએ કેમ કે તે ખુશ છે. જ્યારે લોકોને ખુશી મળે છે તો આપણે આપણા પરિવાર, મિત્રો અને કલીગ માટે કંઈક કરી શકીએ છીએ તો એ છે કે તેમને તેમની ખુશીનું કેન્દ્ર મળે.

વિક-કેટના 9 ડિસેમ્બરે લગ્ન થયા હતા
કેટરીના કૈફ અને વિકી કૌશલ એક મહિના પહેલા એટલે કે ગયા વર્ષે 9 ડિસેમ્બર 2021ના રોજ રાજસ્થાનના સિક્સ સેન્સ ફોર્ટમાં લગ્ન કર્યા હતા. બંને 2019થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. વિક-કેટે ઘણા પ્રતિબંધોની સાથે લગ્ન કર્યા હતા. તેમને પોતાના લગ્નમાં નો ફોન પોલિસી પણ લાગુ કરી હતી. આ લગ્નમાં બોલિવૂડના કેટલાક સેલેબ્સ પણ સામેલ થયા હતા. આ લિસ્ટમાં ફરાહ ખાન, કરણ જોહર, નેહા ધુપિયા, અંગદ બેદી અને કબીર ખાનનું નામ સામેલ છે.

કેટરીનાનું વર્કફ્રન્ટ
વર્કફ્રન્ટની વાત કરીએ તો કેટરીના ટૂંક સમયમાં સલમાન ખાનની સાથે 'ટાઈગર 3'માં જોવા મળશે. તે ઉપરાંત તે 'ફોન ભૂત'માં સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટરની સાથે જોવા મળશે.

વિકીનું વર્કફ્રન્ટ
વિકીની વાત કરીએ તો તે અત્યારે ઈન્દોરમાં સારા અલી ખાનની સાથે પોતાની અપકમિંગ ફિલ્મ 'પ્રોડક્શન નંબર 25'નું શૂટિંગ કરી રહ્યો છે. તે ઉપરાંત વિકી ટૂંક સમયાં 'ગોવિંદા નામ મેરા', 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી', અને ડાયરેક્ટર લક્ષ્મણ ઉતેકરની આગામી અનટાઈલ્ડ ફિલ્મમાં જોવા મળશે.