તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સલમાન ખાન 55 વર્ષનો થઈ ગયો છે. લીડ એક્ટર તરીકે સલમાનની પહેલી ફિલ્મ 'મૈંને પ્યાર કિયા' (1989) હતી. આ ફિલ્મથી સલમાન રાતોરાત સુપરસ્ટાર બની ગયો હતો. જોકે, આ ફિલ્મ રિલીઝ થઈ પછી 8 મહિના સુધી તેની પાસે કોઈ કામ નહોતું.
પિતા સલીમ ખાને રણનીતિ બનાવી હતી
ઝસીન ખાનના પુસ્તક 'બીઈંગ સલમાન' પ્રમાણે, જ્યારે સલમાનને છથી આઠ મહિના કોઈ કામ ના મળ્યું તો પિતા સલીમ ખાને એક સ્ટ્રેટેજી બનાવી હતી. સલમાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'મારા પિતાએ જે પી દત્તાને અપીલ કરી હતી કે ભલે તે મારી સાથે કોઈ ફિલ્મ ના બનાવે, પરંતુ માત્ર જાહેરાત કરે કે તે સલમાન ખાન સાથે ફિલ્મ કરે છે. આ કારણે મારી માર્કેટ વેલ્યુ બની રહે. મેં એ સમય જોયો છે, જ્યારે મને લોકો સુપરસ્ટાર કહેતા પરંતુ હું બેકાર હતો.'
બીજી ફિલ્મ હિટ ગઈ તો ફીમાં છ ગણો વધારો થયો
પત્રકાર વિશ્વદીપના પુસ્તક 'હૉલ ઓફ ફૅમઃ સલમાન ખાન' પ્રમાણે, સલમાન ખાનની બીજી હિટ ફિલ્મ 'સનમ બેવફા' (1991) હતી. ત્યારબાદ સલમાનની ફી છ ગણી વધી ગઈ હતી. આ પુસ્તકમાં ફિલ્મના ડિરેક્ટર સાવન કુમાર ટાકના માધ્યમથી કહેવામાં આવ્યું છે, 'મેં તેને પૂછ્યું હતું કે તે મારી ફિલ્મ 'ચાંદ કા ટુકડા' (1994)માં કામ કરવા માટે કેટલી ફી લેશે? સલમાને જવાબ આપ્યો હતો કે તમે મને 'સનમ બેવફા'માં જેટલી આપી હતી, તેની છ ગણી. મેં તરત જ સલમાનની ડિમાન્ડ સ્વીકારી લીધી હતી. અન્ય ડિરેક્ટર્સ તથા પ્રોડ્યૂસર્સે પણ આ વધેલી ફી સાથે સલમાનને સાઈન કર્યો હતો.'
આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું
કોલેજ છોડ્યા પછી સલમાન ખાન પોતાની ઓળખ બનાવવા માગતો હતો. તેણે 1988માં શશિલાલ નાયરના ડિરેક્શનમાં બનેલી 'ફલક'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ સલમાને કેટલીક કમર્શિયલમાં કામ કર્યું હતું. જોકે, ફિલ્મી પડદે પહેલો બ્રેક ડિરેક્ટર જે કે બિહારીની ફિલ્મ 'બીવી હો તો ઐસી'થી મળ્યો હતો.
'બીવી હો તો ઐસી' સલમાનને કેવી રીતે મળી તે પાછળ રસપ્રદ કિસ્સો છે. વાસ્તવમાં જે કે બિહારીની ઓફિસ ગેરેજ જેવી હતી. તેમની ફિલ્મ માટે કોઈ ઓડિશન આપવા આવતું નહોતું. ત્યારે બિહારીએ નક્કી કર્યું કે હવે તેમની બિલ્ડિંગમાં જે પહેલી વ્યક્તિ આવીને રોલ માગશે તો તે કોઈ પણ વ્યક્તિને તે પોતાની ફિલ્મમાં લઈ લેશે. જ્યારે સલમાન ખાન ઓફિસ આવ્યો ત્યારે બિહારીએ તેને ફિલ્મમાં લઈ લીધો હતો.
બિહારીએ સલમાનને કહ્યું હતું, 'એમ ના સમજતો કે તારામાં રહેલી કોઈ વાતથી હું ઈમ્પ્રેસ થઈને તને રોલ આપું છું. તું સલીમ ખાનનો દીકરો છે, એટલે પણ તને આ રોલ નથી મળતો. મેં નક્કી કર્યું હતું કે હવે મારી ઓફિસમાં જે વ્યક્તિ આવશે, તે મારી ફિલ્મમાં કામ કરશે.'
પરિવારને સફળતાની કોઈ આશા નહોતી
પુસ્તક 'બીઈંગ સલમાન'માં મોહનીશ બહલે કહ્યું હતું કે સલમાનના પરિવારને વિશ્વાસ નહોતો કે તે સફળ થશે. તેમના મતે, સલમાને પરિવારથી છુપાઈને જીમમાં જવાનું શરૂ કર્યું હતું. જો કોઈ ફેમિલી મેમ્બર તેને જોઈ જાય તો તે 100 રૂપિયાની લાંચ આપતો હતો, જેથી તે કોઈને ફરિયાદ ના કરે.
તારાચંદ બરજાત્યાના પૌત્ર સૂરજ બરજાત્યા પોતાના હોમ પ્રોડક્શન રાજશ્રી પ્રોડક્શન હેઠળ 'મૈંને પ્યાર કિયા'થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરતો હતો. ફિલ્મ માટે મનોજ કુમારનો દીકરો કુનાલ ગોસ્વામી તથા દીપક તિજોરી નક્કી હતા. જોકે, આ ફિલ્મ સલમાનના નસીબમાં હતી. સલમાને આ ફિલ્મ કેવી રીતે મળી તે અંગે વાત કરી હતી.
સલમાને કહ્યું હતું, 'સૂરજને મળવા જવાનું કંઈ નક્કી નહોતું. હની અંકલ (સલીમ ખાનના આસિસ્ટન્ટ રાઈટર)એ મને સૂરજને મળવા જવાનું દબાણ કર્યું હતું. મેં સૂરજ સામે એવો જવાબ આપ્યો હતો કે તારી સાથે કામ કરવું ગમશે. જોકે, સૂરજે એમ કહ્યું હતું કે તે તેને સાઈન કરશે નહીં. તેણે કુનાલ ગોસ્વામી તથા દીપક તિજોરીને લઈ લીધા છે.'
સલમાનના મતે, તેને લાગતું હતું કે તેણે તક ગુમાવી દીધી. જોકે, હની અંકલ, સલમાનની કોલેજ મિત્ર શબાના દત્તા, તે સમયે રાજશ્રીની સાથે કામ કરતાં રાઈટર કમર નકવીએ સૂરજ બરજાત્યા સમક્ષ સલમાનની ભલામણ કરી હતી. પછી એક દિવસ રાજશ્રી પ્રોડક્શને સલમાનને ઓડિશન માટે બોલાવ્યો હતો. થોડાં દિવસ બાદ સૂરજે પોતાની ફિલ્મમાં સલમાનને કાસ્ટ કર્યો. પછી સલમાનના કહેવા પર જ સૂરજે મોહનીશને વિલનનો રોલ આપ્યો હતો. મોહનીશ ઘણાં સમયથી બેકાર બેઠો હતો.
ઓડિશન માટે મિત્રના કપડાં લઈ ગયો હતો
'મૈંને પ્યાર કિયા'ના ઓડિશન માટે સલમાન પોતાના મિત્ર બંટી વાલિયાના કપડાં લઈને ગયો હતો. પુસ્તક 'હૉલ ઓફ ફૅમ' પ્રમાણે, બંટીએ કહ્યું હતું, 'સલમાન સવારના છ વાગે મારા ઘરે આવ્યો હતો. તેણે મારા અડધાથી વધારે કપડાંઓ કારમાં મૂક્યા હતા. કારમાં પહેલેથી જ સલમાનના કપડાંઓ હતાં. હું બહુ જ નર્વસ હતો. મને એ વાતનો અહેસાસ હતો કે આ સલમાન માટે ઘણી જ મોટી તક છે. જોકે, તે હંમેશાંની જેમ શાંત તથા ચુપચાપ હતો.'
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.