તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાહકોનો આભાર:ખોટાં એફિડેવિટ કેસમાં રાજસ્થાન સરકારની અપીલ રદ થયા બાદ સલમાને ચાહકોને કહ્યું, પ્રેમ તથા સપોર્ટ માટે આભાર

મુંબઈ25 દિવસ પહેલા

18 વર્ષ પહેલાં કોર્ટમાં ખોટું એફિડેવિટ રજૂ કરવાના કેસમાં સલમાન ખાનને જોધપુરની જિલ્લા કોર્ટમાંથી રાહત મળી છે. રાજ્ય સરકારની અરજીને કોર્ટે ગુરુવાર, 11 ફેબ્રુઆરીના રોજ રદ કરી નાખી હતી. ચુકાદા દરમિયાન સલમાન કોર્ટમાં વર્ચ્યુઅલી હાજર રહ્યો હતો. ચુકાદો આવ્યા બાદ સલમાને ચાહકોનો આભાર માન્યો છે.

ઉલ્લેખનીય છે કે જો સલમાન ખાન આ કેસમાં દોષિત જાહેર થાત તો તેની પર બંધારણની કલમ 193 હેઠળ કેસ દાખલ થાત અને સાત વર્ષ સુધીની સજા થઈ શકે તેમ હતી.

સલમાને કહ્યું, પોતાનું ધ્યાન રાખો
ચુકાદા બાદ સલમાન ખાનના ચાહકોએ પોતાની ખુશી વ્યક્ત કરતાં #WeLoveYouSalmanKhan હેશટૅગ સો.મીડિયામાં ટ્રેન્ડ કરાવ્યું હતું. ત્યારબાદ સલમાને કહ્યું હતું, 'મારા તમામ ચાહકોનો આભાર. તમારા પ્રેમ, સપોર્ટ તથા ચિંતા માટે આભાર. તમારું ને પરિવારનું ધ્યાન રાખો. ગૉડ બ્લેસ યુ. તમને બહુ બધો પ્રેમ.'

ચુકાદા બાદ સલમાનની બહેન જોધપુર આવી હતી
કોર્ટનો ચુકાદો આવ્યા બાદ સલમાનની બહેન અલવીરા જોધપુર આવી હતી. એરપોર્ટ પર તેણે કોઈની પણ સાથે વાત કરી નહોતી. તે સલમાનના વકીલ હસ્તીમલને મળવા ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો