તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'રાધે'નું બોક્સ ઓફિસ કલેક્શન સૌથી ઓછું:સલમાને કહ્યું, 'ટિકિટ બારી પર ફિલ્મનું કલેક્શન ઝીરો હશે'; થિયેટર ઓનર્સની માફી માગી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશભરમાં લૉકડાઉન જેવી પરિસ્થિતિ હોવાને કારણે સલમાનની ફિલ્મ બહુ ઓછા થિયેટરમાં રિલીઝ થશે

સલમાન ખાનની 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' 13 મેના રોજ થિયેટર તથા ઝી 5ની પે પર વ્યૂ સર્વિસ ઝી પ્લેક્સ પર રિલીઝ થશે. સુપરસ્ટારના મતે, આ ફિલ્મ તેની અત્યાર સુધીની સૌથી ઓછું કલેક્શન કરનારી ફિલ્મ હશે. સલમાને વીડિયો ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'રાધે'નું બોક્સ ઓફિસ કલેક્શન ઝીરો રહેશે. આ ફિલ્મનું કલેક્શન મારી અત્યાર સુધીની ફિલ્મ કરતાં ઓછું રહેશે. લોકોને આનાથી ખુશ કે નિરાશ થવા દો. આ ભારતના બહુ જ ઓછા થિયેટરમાં રિલીઝ થવાની છે. ઓવરસીઝમાં પણ થિયેટર્સની સંખ્યા ઘણી ઓછી છે. આથી જ બોક્સ ઓફિસ કલેક્શન બહુ જ ઓછું રહેશે.'

સલમાને થિયેટર ઓનર્સની માફી માગી
સલમાને વધુમાં કહ્યું હતું, 'હું થિયેટર ઓનર્સની માફી માગું છું. આ લોકોએ 'રાધે'ના માધ્યમથી નફાની આશા રાખી હતી. અમે જ્યાં સુધી રાહ જોઈ શકતા હતા, અમે ત્યાં સુધી રાહ જોઈ. અમને આશા હતી કે આ મહામારી પૂરી થશે અને અમે ફિલ્મને આખા દેશના થિયેટરમાં રિલીઝ કરી શકીશું. જોકે, આવું કંઈ જ થયું નહીં. અમને ખ્યાલ નથી કે પરિસ્થિતિ ક્યારે સામાન્ય થશે.'

ખરી રીતે, જાન્યુઆરીમાં દેશભરના થિયેટર એક્ઝિબિટર્સ એસોસિયેશને સલમાનને અપીલ કરી હતી કે તે 'રાધે' ઈદ પર થિયેટરમાં જ રિલીઝ કરે. સલમાને વચન આપ્યું હતું કે તે ઈદ પર ફિલ્મ થિયેટરમાં જ રિલીઝ કરશે. જોકે, કોરોનાની બીજી લહેરને કારણે લૉકડાઉન જેવી પરિસ્થિતિ છે. સલમાને ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરી છે.

લોકો વાઈરસનો ભોગ બને તેવું નથી ઈચ્છતો
સલમાને એમ પણ કહ્યું હતું કે તે નથી ઈચ્છો કે ફિલ્મ જોવાના ચક્કરમાં લોકો વાઈરસનો ભોગ બને. એક્ટરના મતે, 'મને ખ્યાલ છે કે ચાહકો નિરાશ છે કે તેઓ આ ફિલ્મ બિગ સ્ક્રીન પર જોઈ શકશે નહીં. કેટલાંક લોકોએ ઓડિટોરિયમ બુક કરાવી લીધું હતું અને તે મારી ફિલ્મના સ્ક્રીનિંગનું વિચારી રહ્યા હતા. જોકે, આ બધાને પ્રોત્સાહન આપી શકાય નહીં. કારણ કે હું નથી ઈચ્છતો કે લોકો એમ કહે કે સલમાન ખાનની પિક્ચર જોવા ગયા અને કોરોના ફેલાઈ ગયો. એકવાર આ આ મહામારી પૂરી થઈ અને થિયેટર ફરીવાર ખુલી જાય ત્યારે જો ચાહકોને આ ફિલ્મ ગમી હશે તો અમે બિગ સ્ક્રીન પર રિલીઝ કરવાનો પ્રયાસ કરીશું.'