તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટો સવાલ:સલમાને ઈદ પર કમિટમેન્ટ આપ્યું હતું, પરંતુ હવે કોરોના દબંગ થયો, 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' રિલીઝ થશે?

મુંબઈએક મહિનો પહેલાલેખક: મનીષા ભલ્લા
  • કૉપી લિંક
  • 'સૂર્યવંશી' તથા 'ચેહરે' પોસ્ટપોન, બધા ઈચ્છે છે કે 'રાધે' સમય પર આવે
  • કોરોનાને કારણે આગામી 10 દિવસનો કોઈને વિશ્વાસ નથી

'મૈંને એક બાર જો કમિટમેન્ટ કર દિયા તો ફિર મૈં અપને આપ કી ભી નહીં સુનતા.' સલમાનનો આ ડાયલોગ તમામને યાદ છે. આ સંવાદની સાથે સલમાને 'રાધે'નું પોસ્ટર રિલીઝ કર્યું હતું. આ ફિલ્મ 13 મેના રોજ રિલીઝ કરવાનું કમિટમેન્ટ છે. તે સમયે સલમાને કહ્યું હતું, 'ઈદનું કમિટમેન્ટ હતું, ઈદ પર જ આવશે.' તે સમયે કોઈને પણ ખ્યાલ નહોતો કે આ વખતે કોરોના દબંગ થઈ જશે.

અક્ષયની ફિલ્મ રિલીઝ પોસ્ટપોન
અક્ષય કુમારની 'સૂર્યવંશી'ની રિલીઝ સત્તાવાર રીતે પોસ્ટપોન થઈ છે. અમિતાભ બચ્ચનની 'ચેહરે'ના મેકર્સ તો પહેલાં જ પોસ્ટપોન કરી ચૂક્યા છે. હવે સલમાન કમિટમેન્ટ બાદ પોતાની વાત સાંભળે કે ના સાંભળે પરંતુ ચર્ચા છે કે 'રાધે' રિલીઝ થશે કે નહીં? ફિલ્મનું ટ્રેલર સેન્સર બોર્ડે પાસ કરી દીધું છે અને કેટલાંક ટ્રેડ એનાલિસ્ટે ટ્રેલર જોયું પણ છે. 3 એપ્રિલના રોજ ફિલ્મના ડિરેક્ટર પ્રભુદેવાનો જન્મદિવસ હતો. તે દિવસે ટ્રેલર લૉન્ચ થવાની ચર્ચા હતી. જોકે, આમ થયું નહીં. હવે પરિસ્થિતિ બગડતી જાય છે. મહારાષ્ટ્રમાં મિની લૉકડાઉનને કારણે આખો એપ્રિલ થિયેટર બંધ રહેશે.

રિલીઝ પોસ્ટપોન કરવાનો નિર્ણય મુશ્કેલ હશે
પહેલાં આશા હતી કે મહારાષ્ટ્ર નહીં તો ઉત્તરપ્રદેશમાં બિઝનેસ થશે. જોકે, હવે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હીમાં પણ નાઈટ કર્ફ્યૂ જેવા પ્રતિબંધો છે. આ માહોલમાં અન્ય ફિલ્મ રિલીઝ ના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સલમાનની ફિલ્મના રેકોર્ડ જોતા એ નક્કી છે કે 'રાધે'ની રિલીઝ ડેટ ટાળવાનો નિર્ણય મુશ્કેલ રહેશે. 2009થી સલમાનની ફિલ્મ ઈદ પર રિલીઝ થઈ રહી છે. તે 100 કરોડથી વધુ કમાણી કરે છે.

સલમાનની ઈદ પર રિલીઝ થયેલી ફિલ્મ

વર્ષફિલ્મબજેટદેશમાં કમાણીવર્લ્ડવાઈડ કમાણી
2009વોન્ટેડ3561100
2010દબંગ42140220
2011બૉડીગાર્ડ60148250
2012એક થા ટાઈગર75199334
2014કિક140233388
2015બજરંગી ભાઈજાન90321969
2016સુલ્તાન90300614
2017ટ્યૂબલાઈટ ​​​​​​​100120211
2018રેસ 3150167300
2019ભારત100211325

એક્સપર્ટ શું કહે છે?
ઈદ પર સલમાનની ફિલ્મ રેકોર્ડબ્રેક કમાણી કરે છે, આથી જ મલ્ટીપ્લેક્સ તથા સિંગલ સ્ક્રીનના ઓનર્સ ઈદ પર 'રાધે' રિલીઝ થાય તેની રાહ જોઈ રહ્યાં છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તથા છત્તીસગઢના ડિસ્ટ્રીબ્યૂટર અક્ષય રાઠીએ કહ્યું હતું, 'કમાણીની બાબતે મહારાષ્ટ્ર સૌથી મોટું સર્કિટ છે. મેના પહેલાં અઠવાડિયામાં કોરોના કંટ્રોલ થવાની આશા છે. થિયેટર ખુલશે તો 'રાધે' બ્લોક બસ્ટર જશે. અમારી આશા ઈદથી છે.'

અતુલ મોહન છે, 'સલમાન ખાને સાબિત કર્યું કે ઈદ પર કમાણી કેવી રીતે કરી શકાય, ઈદ પર રિલીઝ થયેલી 'ટ્યૂબલાઈટ' જેવી સાવ નબળી ફિલ્મે પણ નફો કર્યો. 'રાધે' થિયેટરમાં રિલીઝ થાય તે માટે એક વર્ષ રાહ જોવામાં આવી છે. આથી મને નથી લાગતું કે આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે.' સલમાન ખાનની બે ફિલ્મ 'રાધે' તથા 'અંતિમ'ના રાઈટ્સ 250 કરોડ રૂપિયામાં ઝી સ્ટૂડિયોએ ખરીદ્યા છે. 'રાધે' 300 કરોડની કમાણી કરશે, તેવી આશા છે.

ઝીએ કહ્યું, અમે તો ઈચ્છીએ છીએ પરંતુ...
ભાસ્કર સાથેની વાતચીતમાં ઝી સ્ટૂડિયોએ કહ્યું હતું કે એકાદ બે દિવસમાં 'રાધે'ની રિલીઝ તથા ટ્રેલર રિલીઝ ડેટ ફાઈનલ કરવામાં આવશે. હાલ તો એટલું જ કે ફિલ્મ ઈદ પર રિલીઝ થશે. આગામી 10-15 દિવસમાં કોરોનાને કારણે શું પરિસ્થિતિ સર્જાય છે, તે અંગે કોઈને કંઈ જ ખબર નથી.

કોરોનાકાળમાં આવેલી ફિલ્મનો બિઝનેસ
કોરોનાકાળમાં કેટલીક ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ હતી. 'મુંબઈ સાગા'નો બિઝનેસ સામાન્ય દિવસોમાં અત્યારના બિઝનેસ કરતાં 3 ગણો હોત.

  • રૂહીઃ 23.25 કરોડ
  • સાઈનાઃ 1.16 કરોડ
  • મુંબઈ સાગાઃ 16.53 કરોડ
  • સંદીપ ઔર પિંકી ફરારઃ 0.35 કરોડ

...તો જૂનમાં ટ્રાફિક જામ
જો 'રાધે' પોસ્ટપોન થઈ ગઈ તો જૂનમાં બોક્સ ઓફિસ પર ફિલ્મનો ટ્રાફિક જામ થશે. અક્ષય કુમારની 'બેલબોટમ', 'રણવીર સિંહની '83', 'ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ'ની સાથે 'સૂર્યવંશી', 'ચેહરે' પણ આવશે. આ પરિસ્થિતિમાં તમામને નુકસાન જશે. આગામી બે ત્રણ મહિના બોલિવૂડ માટે ઘણાં જ મહત્ત્વના છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો