સલમાન ખાન સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’નું ટ્રેલર ગુરુવારે રિલીઝ થઇ ગયું છે. એક્શનની ભરપૂર આ ફિલ્મ દ્વારા સલમાન ખાન એક્ટર તરીકે આશરે દોઢ વર્ષ પછી પડદા પર કમબેક કરી રહ્યો છે. છેલ્લે, તે દબંગ 3માં દેખાયો હતો, એ 20 ડિસેમ્બર 2019ના રોજ આવી હતી. પ્રભુ દેવાના ડાયરેકશનમાં બનેલી રાધે 13 મેના રોજ થિયેટરની સાથે ઝીપ્લેક્સ પર પણ રિલીઝ થશે.
ભાઈજાનનું કમિટમેન્ટ
13 માર્ચના રોજ સલમાન ખાને તેની અપકમિંગ ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ની રિલીઝ ડેટની ઓફિશિયલ જાહેરાત કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, ‘ઈદ કા કમિટમેન્ટ થા, ઈદ પર હી આયેગા, ક્યોંકિ એક બાર જો મૈંને....(કમિટમેન્ટ કર દી તો મૈં અપની આપકી ભી નહિ સુનતા)’.
બુધવારે સલમાન ખાને જાહેરાત કરી છે કે હાલની સ્થિતિમાં પણ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ની રિલીઝ પોસ્ટપોન નહીં થાય. ઈદ પર ભાઈજાન ઈદી(ગિફ્ટ) આપશે. ફિલ્મ 13 મેના રોજ ઈદ પર થિયેટરમાં તો રિલીઝ થશે જ, સાથે એ જ તારીખે ઝીપ્લેક્સ પર પણ રિલીઝ થશે. અનન્યા પાંડે અને ઇશાન ખટ્ટરની‘ખાલીપીલી’ પણ ઝીપ્લેક્સ પર રિલીઝ થઈ હતી.
થિયેટર ઉપરાંત ઝીપ્લેક્સ પર પણ રાધે રિલીઝ થશે
ઝી સ્ટુડિયોના CBO શારિક પટેલે કહ્યું, કોરોના મહામારીએ આપણને બધાને ઈનોવેટિવ બનવાનો મોકો આપ્યો છે. અમે ઝીપ્લેક્સ પર રિલીઝ કરી રહ્યા છે, સાથે જ ઓવરસીઝ માર્કેટમાં, જ્યાં થિયેટર્સ ખૂલ્યાં છે ત્યાં પણ ફિલ્મ રિલીઝ થશે. જો અમે આ ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ નહિ કરીએ તો ફેન્સ ઉદાસ થશે. અમે બધાનું સુરક્ષાનું પણ ધ્યાન રાખવા માગીએ છીએ, આથી અમે ઝીપ્લેક્સ પર પણ રિલીઝ કરી રહ્યા છીએ, જેથી દર્શકો ઘેરબેઠાં પણ જોઈ શકે.
ફિલ્મ 40 ઓવરસીઝ દેશમાં થિયેટર્સમાં પણ રિલીઝ કરવામાં આવશે
ઓવરસીઝ દેશોમાં મિડલ ઇસ્ટ, નોર્થ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ, સિંગાપોર, યુરોપ ટેરેટરી સામેલ છે. ઇંગ્લેન્ડમાં ગયા વર્ષથી લઈને આ વર્ષે લોકડાઉન પછીની આ પ્રથમ ફિલ્મ થિયેટર્સમાં દેખાશે.
ફિલ્મની કાસ્ટ
સલમાન ખાનની સાથે દિશા પટની લીડ રોલમાં છે. ફિલ્મમાં જેકી શ્રોફ, ઝરીના વહાબ અને રણદીપ હુડ્ડા પણ લીડ રોલમાં દેખાશે. ‘રાધે’ સલમાન ખાન, સોહેલ ખાન અને અતુલ અગ્નિહોત્રીના બેનર સલમાન ખાન ફિલ્મ્સ, સોહેલ ખાન પ્રોડક્શન્સ અને રીલ લાઈફ પ્રોડક્શન હેઠળ કો-પ્રોડ્યુસ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.