તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કન્ફર્મ:સલમાન ખાનની 'રાધે' થિયેટરમાં આ વર્ષે ઈદ પર રિલીઝ થશે, સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને જાહેરાત કરી

મુંબઈ6 મહિનો પહેલા

થોડાં સમય પહેલાં જ થિયેટર ઓનર્સ તથા એક્ઝિબિટર્સે સલમાન ખાનને વિનંતી કરી હતી કે તે પોતાની આગામી ફિલ્મ 'રાધે' થિયેટરમાં રિલીઝ કરે. હવે, સલમાન ખાને સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને ફિલ્મને આ વર્ષે ઈદ પર થિયેટરમાં રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે.

સલમાન ખાને પોસ્ટ શૅર કરીને આ વાત કહી
સલમાન ખાને કહ્યું હતું, 'તમામ થિયેટર માલિકોને જવાબ આપવામાં લાંબો સમય થઈ ગયો, ક્ષમા કરો. આ સમય દરમિયાન આ સૌથી મોટો નિર્ણય છે. થિયેટર માલિક તથા એક્ઝિબિટર્સ જે નાણાકીય સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યાં છે, તેને હું સમજી શકું છું. 'રાધે'ને થિયેટરમાં રિલીઝ કરીને તેમની મદદ કરવા ઈચ્છું છું. બદલામાં હું 'રાધે' જોવા આવનાર દર્શકો માટે થિયેટરમાં વધુ સાવચેતી રાખવામાં આવે તેવી આશા કરું છું. કમિટમેન્ટ ઈદનું હતું તો ઈન્શાલ્લાહ 2021ની ઈદમાં જ રિલીઝ થશે.'

થિયેટર ઓનર્સે પત્ર લખ્યો હતો
સલમાન ખાનની આશરે દરેક ફિલ્મ બોક્સ ઓફિસ પર આરામથી 100 કરોડ રૂપિયાનો આંકડો વટાવી લે છે. તેના આ ઈતિહાસને જોઇને દેશભરના ઘણા એક્ઝિબિટર એસોસિએશને તેને એક લેટર લખ્યો હતો. આ તમામની વિનંતી હતી કે સલમાન તેની અપકમિંગ ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ઈદ-2021ના દિવસે થિયેટરમાં રિલીઝ કરે. જેથી ઘણા સમયથી ઠપ પડેલા બિઝનેસને વેગ મળે. એક્ઝિબિટર્સનું માનવું છે કે, 'રાધે' ફિલ્મ ઓડિયન્સને થિયેટરમાં લાવવામાં સફળ રહેશે અને આર્થિક તંગીમાંથી બહાર પણ નીકળી શકાશે.

અનેક સિંગલ સ્ક્રીન થિયેટર બંધ થયા
વધુમાં પત્રમાં કહેવામાં આવ્યું હતું, ‘જેમ કે તમને ખબર છે કે 2020 દેશભરના કરોડો લોકોની જેમ જ ઇન્ડિયન ફિલ્મ એક્ઝિબિટર્સ સેક્ટર માટે પણ મુશ્કેલભર્યું રહ્યું. છેલ્લા 10 મહિનામાં અનેક સિંગલ સ્ક્રીન/સ્વતંત્ર સિનેમા હંમેશાં માટે બંધ થઈ ગયા છે. તેને લીધે લાખો લોકોની રોજીરોટી પર અસર થઈ છે. થિયેટર માટે ફિલ્મ એવી જ છે જેમ કે કાર માટે ઈંઘણ. દર્શકો સાથે જોડાયેલા કન્ટેન્ટના સતત સપ્લાય વગર થિયેટર ચાલુ રાખવા અશક્ય છે. એક દશકાથી ફિલ્મ ઓડિયન્સને સિંગલ સ્ક્રીન સુધી લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

તમારી ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ’ તે ફિલ્મમાંની એક છે, જે સ્વતંત્ર થિયેટરને ફરીથી જીવિત કરવામાં સક્ષમ છે. આ ફિલ્મ જો મોટા પાયે રિલીઝ થાય તો માત્ર આર્થિક મદદ અને રાહત જ નહીં પણ ભવિષ્ય માટે થિયેટરના માલિક અને કર્મચારીઓને પણ એક આશા દેખાય છે. અમે તમને બધાને વિનંતી કરીએ છીએ કે તમે 2021માં ઈદ પર આ ફિલ્મ દરેક થિયેટરમાં રિલીઝ કરો. કારણકે અમે એક્ઝિબિટર્સ અને સૌથી વધારે તો તમારા કરોડો ફેન્સ થિયેટરમાં કમબેકની રાહ જોઈ રહ્યા છે. તેમના માટે આનાથી વધારે સારો આઈડિયા કોઈ ના હોઈ શકે.’

'રાધે'ને પ્રભુદેવાએ ડિરેક્ટ કરી છે
ફિલ્મમાં સલમાન ખાન ઉપરાંત રણદીપ હુડા, દિશા પટની, જેકી ક્ષોફ મહત્ત્વના રોલમાં છે. આ ફિલ્મને પ્રભુદેવાએ ડિરેક્ટ કરી છે.

અન્ય સમાચારો પણ છે...