તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુસ્સામાં ભાઈજાન:'રાધે'ની પાયરેસી પર સલમાન ખાન આકરા પાણીએ, કહ્યું- પાયરેસીનો હિસ્સો ના બનો, સાયબર સેલના ચક્કરમાં ફસાઈ શકો છો

મુંબઈ4 મહિનો પહેલા

સલમાન ખાને તે લોકોને કડક શબ્દોમાં ચેતવણી આપી છે, જેઓ હાલમાં જ રિલીઝ થયેલી 'રાધે'ની પાયરેસી કરી રહ્યાં છે. પ્રભુદેવાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 13 મેના રોજ ઝી પ્લેક્સ પર 'પે પર વ્યૂ' સર્વિસ હેઠળ રિલીઝ થઈ છે. આ ફિલ્મ દેશ-દુનિયામાં થિયેટર્સમાં પણ રિલીઝ થઈ છે. જોકે, માત્ર થોડાંક જ કલાકમાં આ ફિલ્મ ઓનલાઈન લીક થઈ ગઈ છે અને લોકો મફતમાં ડાઉનલોડ કરી રહ્યાં છે. સલમાન ખાન આ વાતથી ઘણો જ ગુસ્સામાં છે. ઉલ્લેખનીય છે કે ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝે 'રાધે' ફિલ્મની પાયરેસી અંગે સાયબર સેલમાં ફરિયાદ કરી છે. આ ફરિયાદ બાદ અધિકારીઓ પાયરેસીમાં સામેલ લોકોના નંબર્સ ટ્રેક કરી રહ્યા છે અને ત્યારબાદ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

સલમાને પોસ્ટ શૅર કરીને ચેતવણી આપી

સલમાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'અમે અમારી ફિલ્મ 'રાધે'ને વાજબી ભાવ 249માં પે પર વ્યૂ પર રજૂ કરી છે. તેમ છતાંય પાયરેટેડ સાઈટ્સ ગેરકાયદેસર રીતે ફિલ્મનું સ્ટ્રીમિંગ કરે છે. આ ગંભીર ગુનો છે. સાયબર સેલ આ તમામ ગેરકાયદેસર પાયરેટેડ સાઈટ્સની વિરુદ્ધ એક્શન લઈ રહી છે. પ્લીઝ પાયરેસીનો હિસ્સો ના બનો, નહીં તો સાયબર સેલ તમારી વિરુદ્ધ પણ એક્શન લેશે. પ્લીઝ સમજો, તમે સાયબર સેલના ચક્કરમાં ફસાઈ શકો છો.'

પહેલાં દિવસે ડિજિટલ પ્લેટફોર્મ પર રેકોર્ડ બનાવ્યો
ફિલ્મને ડિજિટલ તથા DTH પ્લેટફોર્મ પર 'પે પર વ્યૂ' સર્વિસ હેઠળ રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મે પહેલાં જ દિવસે 4.2 મિલિયન વ્યૂઝની સાથે રિલીઝના દિવસે ડિજિટલ પ્લેટફોર્મની સૌથી વધુ જોનારી ફિલ્મ બની ગઈ છે. સલમાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને ચાહકોનો આભાર માન્યો હતો.

ફિલ્મ રિલીઝ થતાં જ સર્વર ક્રેશ થઈ ગયું હતું
ફિલ્મ રિલીઝ થયાના થોડાં કલાકો બાદ જ ઝી5નું સર્વર ક્રેશ થઈ ગયું હતું. ફિલ્મની રાહ જોતા યુઝર્સે ઝી5 પર મોટી સંખ્યામાં સ્ટ્રીમ કરવાનું શરૂ કર્યું હતું. એક સાથે આટલા બધા યુઝર્સ આવતા સર્વર ક્રેશ થયું હતું જોકે, ઝી5ની ટીમે સ્થિતિને સંભાળી હતી અને કલાક બાદ એપ ફરી શરૂ થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...