તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેશિંગ ચાચા-ભતીજા:સલમાન ખાને ભત્રીજા સાથે ફોટો શેર કર્યો, રશિયામાં ચાલતા ‘ટાઈગર 3’ના શૂટિંગમાં નિર્વાન ખાન અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોડાયો

એક મહિનો પહેલા
  • સોહેલ ખાનના દીકરા નિર્વાન ખાનને એક્ટર નહીં, પણ ડિરેક્ટર બનવું છે
  • નિર્વાનને ‘ટાઈગર 3’ના શૂટિંગમાં લઇ જવાનો આઈડિયા સલમાનનો હતો

સલમાન ખાન ફિલ્મ ‘ટાઈગર 3’ના શૂટિંગ માટે હાલ રશિયામાં છે. અહીંથી તેણે પોતાના ભત્રીજા અને સોહેલ ખાનના દીકરા નિર્વાન ખાન સાથેનો એક ફોટો શેર કર્યો છે. સલમાને ટીશર્ટ અને જેકેટની સાથે રિપ્ડ ડેનિમ અને શૂઝ પહેરેલા છે. નિર્વાને બ્લેક ટીશર્ટ અને મેચિંગ લેધર જેકેટની સાથે ગ્રીન કાર્ગો પેન્ટ પહેર્યું છે. સલમાને ફોટો શેર કરીને લખ્યું, ‘ચાચા ભતીજા.’

નિર્વાનને ડિરેક્ટર બનવું છે
મીડિયા રિપોર્ટ પ્રમાણે, ‘ટાઈગર 3’ ફિલ્મમાં નિર્વાન અસિસ્ટન્ટ ડિરેક્ટરનું કામ કરી રહ્યો છે. તેણે ટૂંક સમયમાં ફિલ્મોમાં કામ કરવું છે આથી પોતાના કરિયરની શરુઆત અસિસ્ટન્ટ ડિરેક્ટરથી કરી રહ્યો છે. 21 વર્ષનો નિર્વાન એક્ટર નહીં પણ ડિરેક્ટર બનવા ઈચ્છે છે. તે ફિલ્મોમાં ટેક્નિકલ સાઈડની સાથોસાથ સીન્સ સેટઅપથી લઈને ડિપાર્ટમેન્ટ સાથે કો-ઓર્ડિનેશન અને આખી સ્ટારકાસ્ટની સાથે કામ કરવાની રીતનો અનુભવ લેવા ઈચ્છે છે. નિર્વાનને ટાઈગર 3ના શૂટિંગમાં લઇ જવાનો આઈડિયા સલમાનનો હતો. સલમાનને લાગ્યું કે, મોટા લેવલની ફિલ્મ, કાસ્ટ અને ક્રૂ સાથે કામ કરવાથી નિર્વાણને સારું એક્સપોઝર મળશે. સલમાન ઈચ્છે છે કે, નિર્વાન વધુને વધુ વસ્તુઓ સેટ પર શીખે.

દાઢીધારી સલમાન
સો.મીડિયામાં લીક થયેલી તસવીરમાં સલમાન ખાન બ્રાઉન રંગની દાઢી તથા તે જ રંગના લાંબા વાળમાં જોવા મળ્યો છે. તેણે માથા પર રેડ બેન્ડ બાંધ્યો છે. સલમાનની સાથે ભત્રીજો નિર્વાન (સોહેલ ખાનનો દીકરો) પણ જોવા મળે છે.

સલામન ખાન રૉનો એજન્ટ બન્યો છે
સલમાન ખાન, કેટરીના કૈફ ઉપરાંત ફિલ્મમાં ઈમરાન હાશ્મી પણ છે. ઈમરાન આ ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળશે. આ ત્રણેય સૌ પહેલાં રશિયામાં શૂટિંગ કરશે. ત્યારબાદ યુરોપના પાંચ અલગ અલગ દેશોમાં શૂટિંગ કરશે. આ ત્રણ કલાકારો ઉપરાંત રણવીર શૌરી, આશુતોષ રાણા સહિત 150 ક્રૂ મેમ્બર્સ પણ સાથે છે. આ ફિલ્મમાં સલમાન ખાન ભારતનો ટાઇગર બન્યો છે અને ઈમરાન હાશ્મી પાકિસ્તાનનો ટાઇગર છે. બંને વચ્ચે જબરજસ્ત એક્શન સીન્સ જોવા મળશે. ઇમરાનના એન્ટ્રી સીન માટે મેકર્સે 10 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. એવું ચર્ચાઈ રહ્યું છે કે, આ સૌથી મોંઘી એક્શન ફિલ્મોમાંની એક હશે.

‘ટાઈગર’ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ ‘ટાઈગર 3’
ઉલ્લેખનીય છે કે 'એક થા ટાઇગર' કબીર ખાને ડિરેક્ટ કરી હતી અને આ ફિલ્મ 2012માં રિલીઝ થઈ હતી. ત્યારબાદ આ ફિલ્મની સીક્વલ 2017માં 'ટાઇગર જિંદા હૈ' આવી હતી. આ ફિલ્મને અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કરી હતી. મનીષ શર્માએ 'ટાઇગર 3'ને ડિરેક્ટ કરશે.