ટાઇગર 3:સલમાન ખાનની ફિલ્મ આવતા વર્ષે ઈદ પર આવશે, દમદાર ટીઝર રિલીઝ

મુંબઈ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ 'ટાઇગર 3'નું ટીઝર રિલીઝ કરીને ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. ટીઝરમાં કેટરીના કૈફ એક્શન સીન કરતી જોવા મળી હતી.

આવતા વર્ષે ફિલ્મ રિલીઝ થશે
સલમાન-કેટરીનાની આ ફિલ્મ આવતા વર્ષે ઈદ પર 21 એપ્રિલે રિલીઝ થશે. ટીઝરમાં કેટરીના કૈફ કેટલાંક લોકો પાસે ચાકુ ચલાવતા શીખતી હોય છે. સલમાન ખાન મોં પર સ્કાર્ફ બાંધીને આરામ કરતો હોય છે. ત્યારબાદ કેટરીના આવે છે અને સલમાનને ઉઠાડે છે. સલમાન પોતાની જબરજસ્ત સ્ટાઇલમાં ઉઠતો જોવા મળે છે. કેટરીના એક્ટરને કહે છે, 'હવે તારો વારો છે, તું તૈયાર છે?' આના પર સલમાન કહે છે, 'ટાઇગર હંમેશાં તૈયાર જ રહે છે.'

વીડિયો શૅર કરીને સલમાને આ વાત કહી
ફિલ્મનું ટીઝર શૅર કરીને સલમાને કહ્યું હતું, 'આપણે બધા પોત-પોતાનું ધ્યાન રાખીએ. 'ટાઇગર 3' 2023, ઈદ પર. ફિલ્મ તમિળ, તેલુગુ તથા હિંદીમાં રિલીઝ થશે. ફિલ્મને મનીષ શર્માએ ડિરેક્ટ કરી છે.

2022ના અંતમાં સલમાનને એક ફિલ્મ આવશે
આ વર્ષે ઈદ પર સલમાન ખાનની એક પણ ફિલ્મ રિલીઝ થવાની નથી. વર્ષના અંતે 30 ડિસેમ્બરે સલમાનની 'કભી ઈદ કભી દિવાલી' રિલીઝ થશે.