તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સક્લુઝિવ:સલમાન ખાનના અખ્તર કાકા ભોપાલમાં ગરીબીમાં જીવન જીવી રહ્યા છે, ગોળ-પાપડ વેચીને ગુજરાન ચલાવે છે

મુંબઈ4 મહિનો પહેલાલેખક: રાજેશ ગાબા
  • કૉપી લિંક
  • સલમાનની અમ્મી સલમાને સલમાનના જન્મ સમયે મુંબઈથી ઈન્દોર ટ્રેનમાં અખ્તર મિયાં લઈને આવ્યા હતા
  • 74 વર્ષીય અખ્તર મિયાં સલમાન 24નો થયો ત્યાં સુધી તેની સાથે રહ્યાં હતાં

બોલિવૂડનો દબંગ એટલે કે સલમાન ખાનનો 27 ડિસેમ્બરના રોજ 55મો જન્મદિવસ છે. સલમાને પનવેલ ફાર્મહાઉસમાં પરિવાર તથા નિકટના મિત્રો સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. સલમાન નાનપણથી જેમના હાથના આલુ પરાઠા ખાઈને મોટો થયો અને સલમાનનનો જન્મ થયો તે પહેલેથી ખાન પરિવારમાં એક સભ્યની જેમ રહ્યાં તે સલમાન ખાનના અખ્તર કાકાને દિવ્ય ભાસ્કરે શોધ્યા છે. આજે અખ્તર મિયાં ગરીબીમાં જીવન જીવી રહ્યાં છે. ભોપાલમાં એક નાનકડાં રૂમમાં અખ્તર ગોળ-પાપડ વેચીને પોતાનું જીવન પસાર કરી રહ્યાં છે. તેમની બસ એક જ ઈચ્છા છે કે મોત પહેલાં તે એકવાર સલમાનને મળે. અખ્તર કાકાએ સલમાન ખાનના જન્મદિવસ પર લાંબી ઉંમરની દુઆની સાથે તેના જીવનના કિસ્સા શૅર કર્યાં હતાં.

રસોઈયા તરીકે કામ કરતાં
અખ્તર મિયાં એક સમયે સલમાન ખાનના ઘરે રસોઈયા તરીકે કામ કરતાં હતાં. તેમણે કહ્યું હતું કે જ્યારે સલમાનનો જન્મ થવાનો હતો ત્યારે તે સલમા ખાનને મુંબઈથી ઈન્દોર પસાલિયા ટ્રેનમાં લઈને આવ્યા હતા, કારણ કે તે સમયે સલીમ ખાન સાહેબ ફિલ્મમાં એક્ટિંગ કરતાં હતાં. તેઓ રાઈટર તો પછી બન્યા હતા. સલમાનનો ઈન્દોરમાં જન્મ થયો ત્યારથી લઈ તે યુવાન થયો ત્યાં સુધી તે ખાન પરિવારની સાથે હતા. અખ્તર મિયાંએ કહ્યું હતું કે સલમાનને તેમના હાથના આલુ પરાઠા બહુ જ ભાવતા હતા. ફિલ્મ 'મૈંને પ્યાર કિયા' રિલીઝ થઈ ત્યાં સુધી અખ્તર મિયાં સલમાનની સાથે જ રહ્યાં હતાં. ત્યારબાદ તેઓ ભોપાલ આવ્યા હતા અને પછી ક્યારેય મુંબઈ ગયા નથી. સલમાનને તો ખબર પણ નથી કે અખ્તર કાકા જીવિત છે કે નહીં અને ભોપાલમાં રહે છે. આજે અખ્તર મિયાં ગરીબીમાં દિવસો પસાર કરી રહ્યાં છે.

ભોપાલમાં ગોળ-પાપડ વેચીને ગુજરાન ચલાવી રહ્યાં છે
ભોપાલમાં ગોળ-પાપડ વેચીને ગુજરાન ચલાવી રહ્યાં છે

સલમાન ખાનની સાથે પરિવારના સભ્યની જેમ રહેતા હતા
અખ્તર મિયાંએ કહ્યું હતું કે તે નાનપણમાં રાયસેનની પાસે હામિદ ખાં ખંડેરેવાળાનાં ત્યાં કામ કરતાં હતાં. આ સલમાન ખાનના પિતા સલીમ ખાનના જીજાજી હતાં. જ્યારે હામિદ ખાં ઈન્દોરમાં વસી ગયા તો ઈન્દોરથી સલીમ ખાનના કહેવાથી તે મુંબઈ આવી ગયા હતા. તે સમયે સલીમ ખાન બોલિવૂડમાં સંઘર્ષ કરતાં હતાં. અખ્તર મિયાં મુંબઈમાં સલીમ ખાનની સાથે રહેવા લાગ્યા. તેમના માટે રસોઈ બનાવતા હતા. તે સલીમ ખાનની સાથે પરિવારના સભ્ય હોય તે જ રીતે રહેતા હતા. આટલું જ નહીં સલમાન ખાનની દેખરેખની જવાબદારી તેમના પર હતી.

અખ્તર મિયાં નાનકડાં રૂમમાં જીવન જીવે છે
અખ્તર મિયાં નાનકડાં રૂમમાં જીવન જીવે છે

સ્વાદિષ્ટ ભોજન બનાવતા હતાં
નાટ્યકાર, ફિલ્મ રાઈટર દિનેશ રાય, જાવેદ અખ્તર તથા સલીમ ખાનના નિકટના મિત્ર છે. તેમણે ફિલ્મ રાઈટિંગ દરમિયાન લાંબો સમય સલીમ ખાનના મુંબઈ સ્થિત ઘરમાં પસાર કર્યો છે. દિનેશ રાયે કહ્યું હતું કે હા આ એ જ અખ્તર મિયાં છે, જે સલીમ સાહેબના ઘરે રહેતા હતા. તેમના પર સલમાન ખાનની જવાબદારી હતી. તેઓ ખાન પરિવાર માટે ભોજન બનાવતા હતા. ભોપાલમાં થોડાં દિવસ પહેલાં દિનેશ રાયની મુલાકાત અખ્તર મિયાં સાથે થઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો