તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'પઠાન'માં સલમાનનો કેમિયો:શાહરુખ ખાનની 'પઠાન' ફિલ્મમાં સલમાન ખાનનો એક્શનથી ભરપૂર અવતાર દેખાશે, ફિલ્મના ક્લાઈમેક્સમાં શરૂ થશે 'ટાઇગર 3'ની સ્ટોરી

9 મહિનો પહેલા

શાહરુખ ખાનના ફેન્સ આતુરતાપૂર્વક મોટા પડદા પર તેના કમબેકની રાહ જોઈ રહ્યા છે, જેનો ટૂંક સમયમાં અંત આવશે. 2 વર્ષના બ્રેક બાદ શાહરુખ ખાને તેની અપકમિંગ એક્શન ફિલ્મ 'પઠાન'નું શૂટિંગ શરૂ કર્યું છે. 'વોર'માં હ્રિતિક અને 'ટાઇગર' સિરીઝમાં સલમાન ખાનને જાસૂસના રોલમાં દેખાડ્યા બાદ આદિત્ય ચોપરા 'પઠાન'માં શાહરુખને પણ જાસૂસના રોલમાં દેખાડશે.

'પઠાન'માં શાહરુખ- સલમાન સાથે દેખાશે
'પઠાન'ના ક્લાઈમેક્સમાં સલમાન 'ટાઇગર' ઉર્ફે અવિનાશના રોલમાં એક્શન કરતો જોવા મળશે. એવું જણાવાઈ રહ્યું છે કે ફિલ્મના ક્લાઈમેક્સથી 'ટાઇગર 3'ની સ્ટોરીની શરૂઆત થશે. 'કરણ- અર્જુન' પછી આ ફિલ્મમાં શાહરુખ અને સલમાન સાથે એક્શન કરતા જોવા મળશે.ફરી સાથે દેખાશે શાહરુખ- દીપિકાની જોડી

'ઓમ શાંતિ ઓમ', 'ચેન્નઈ એક્સપ્રેસ' અને 'હેપ્પી ન્યૂ યર' બાદ ફિલ્મ 'પઠાન'માં શાહરુખ અને દીપિકા પાદુકોણની જોડી ફરી એકવાર દેખાશે. ફિલ્મમાં બંને જાસૂસના રોલમાં જબરદસ્ત એક્શન કરતા જોવા મળશે.