'દબંગ'નો ન્યૂ પ્રોજેક્ટ:સલમાન ખાનના બોલિવૂડમાં 34 વર્ષ, ફિલ્મ 'કિસી કા ભાઈ...કિસી કી જાન'ની જાહેરાત

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને આજે એટલે કે 26 ઓગસ્ટના રોજ ઇન્ડસ્ટ્રીમાં 26 વર્ષ પૂરા કર્યા છે. સલમાન 26 ઓગસ્ટ, 1988માં ફિલ્મ 'બીવી હો તો ઐસી'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં સલમાન ખાનનો રોલ નાનો હતો, પરંતુ એક વર્ષ બાદ 1989માં સલમાન હીરો તરીકે 'મૈંને પ્યાર કિયા'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે પ્રેમનો રોલ પ્લે કર્યો હતો. સલમાન ખાન નવી ફિલ્મની જાહેરાત કરી હતી.

વીડિયો શૅર કર્યો
સલમાન ખાને ફિલ્મના ફર્સ્ટ લુકનો વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન લાંબા વાળ ને ચશ્મામાં જોવા મળે છે. વીડિયો શૅર કરીને સલમાને કહ્યું હતું, '34 વર્ષ પહેલાં 'વર્તમાન' હતો અને 34 વર્ષ બાદ પણ 'વર્તમાન' છે. મારા જીવનની યાત્રા આ બે શબ્દોમાં જોઈ શકાય છે, 'હમણાં' અને 'અહીંયા.' 'ત્યારથી' લઈને 'અત્યાર સુધી' મારી સાથે રહેવા માટે તમારો દિલથી આભાર. હું આની ઘણી જ પ્રશંસા કરું છું. - સલમાન ખાન.'

સલમાને આ વીડિયો શૅર કરીને અપકમિંગ ફિલ્મનું ટાઇટલ ઉજાગર કર્યું છે. સલમાનની નવી ફિલ્મનું નામ 'કિસી કા ભાઈ...કિસી કી જાન' છે. ઉલ્લેખનીય છે કે 34 વર્ષની કરિયરમાં સલમાન ખાને અનેક ફિલ્મ હિટ આપી છે, જેમાં 'હમ આપકે હૈ કૌન', 'હમ સાથ સાથ હૈ', 'દબંગ', 'વોન્ટેડ', 'એક થા ટાઇગર', 'બજરંગી ભાઈજાન'નો સમાવેશ થાય છે. સલમાનના ચાહકોએ સો.મીડિયામાં #34YearsOfSalmanKhanEra ટ્રેન્ડ કરાવ્યું છે.

'કભી ઈદ કભી દિવાલી'નું ટાઇટલ ચેન્જ કર્યું?
નવાઈની વાત એ છે કે સલમાન ફિલ્મ 'કભી ઈદ કભી દિવાલી'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું નામ બદલીને 'ભાઈજાન' કરવામાં આવ્યું હોવાની ચર્ચા હતી. જોકે, લાગે છે કે સલમાને આ જ ફિલ્મનું નામ 'કિસી કી ભાઈ..કિસી કી જાન' કર્યું છે. જોકે, હજી સુધી આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. 'ભાઈજાન'માં સલમાન ઉપરાંત પૂજા હેગડે, શહનાઝ ગિલ, રાઘવ છે.