સલમાન ખાન 16મી વાર પોતાનું આઇકોનિક પાત્ર પ્રેમ ભજવતો જોવા મળશે. સલમાન ખાન ડિરેક્ટર અનીસ બઝ્મીની કોમેડી ફિલ્મમાં પ્રેમનો રોલ પ્લે કરશે. આ ફિલ્મ આવતા વર્ષે ફ્લોર પર જશે.
સૂત્રોના મતે, 'અંદાજ અપના અપના', 'બીવી નંબર 1', 'જુડવા', 'મુઝસે શાદી કરોગી', 'નો એન્ટ્રી', 'મૈંને પ્યાર ક્યો કિયા', 'પાર્ટનર' તથા 'રેડી' બાદ સલમાન ખાન ફરી એકવાર કોમેડી ફિલ્મ કરતો જોવા મળશે. સલમાન લાંબા સમયથી કોમેડી ફિલ્મ કરવા માગતો હતો. છેલ્લાં કેટલાંક મહિનાથી અનીસ તથા સલમાન વચ્ચે ફિલ્મ અંગે વાતચીત ચાલતી હતી અને હવે આ ફાઇનલ થયું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અનીસ બઝ્મીએ 'રેડી' તથા 'નો એન્ટ્રી'માં સલમાનને ડિરેક્ટ કર્યો હતો. 'ટાઇગર 3'નું શૂટિંગ પૂરું કર્યા બાદ સલમાન ખાન આ ફિલ્મનું પેપરવર્ક પૂરું કરશે. ત્યાં સુધીમાં ફિલ્મની સ્ક્રિપ્ટ પણ તૈયાર થઈ જશે.
આ 15 ફિલ્મમાં સલમાનને પ્રેમનો રોલ ભજવ્યો હતો.
1. મૈને પ્યાર કિયા
2. અંદાજ અપના અપના
3. હમ આપકે હૈ કૌન
4. જુડવા
5. દીવાના મસ્તાના
6. બીવી નંબર 1
7. સિર્ફ તુમ
8. હમ સાથ સાથ હૈ
9. ચલ મેરે ભાઈ
10. કહી પ્યાર ના હો જાયે
11. નો એન્ટ્રી
12. પાર્ટનર
13. મેરીગોલ્ડ
14. રેડી
15. પ્રેમ રતન ધન પાયો
સલમાન ખાન 'ટાઇગર 3', 'કભી ઇદ કભી દિવાલી' તથા 'અંતિમ'માં જોવા મળશે. હાલમાં સલમાન ખાન અને કેટરીના કૈફ 'ટાઇગર 3'ના શૂટિંગમાં વ્યસ્ત છે. સલમાનની 'રાધે' ઈદ પર 'પે પર વ્યૂ' મોડલ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મ એક જ દિવસે ડિજિટલ પ્લેટફોર્મ તથા થિયેટરમાં આવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.