કેટ-વિકીના વેડિંગ:પહેલી કંકોત્રી સલમાનને આપી હોવા છતાં એક્ટર નહીં આવે, 7-9 ડિસેમ્બરની વચ્ચે રાજસ્થાનમાં ગ્રાન્ડ સેરેમની યોજાશે

મુંબઈ2 મહિનો પહેલા
  • કેટરીના-વિકી લગ્ન બાદ હનીમૂન માટે જઈ શકશે નહીં

રાજકુમાર રાવ તથા પત્રલેખાના લગ્ન બાદ હવે વિકી કૌશલ અને કેટરીનાના લગ્નની ચર્ચા છે. ચાહકો આતુરતાથી આ બંનેના લગ્નની રાહ જોઈ રહ્યા છે. બંને 7-9 ડિસેમ્બરની વચ્ચે રાજસ્થાનના સવાઈ માધોપુરની સિક્સ સેન્સ ફોર્ટ બરવાડા ફોર્ટમાં સાત ફેરા ફરવાના છે. બંનેની ટીમ પણ અહીંયા આવીને વ્યવસ્થા જોઈ ગઈ છે. લગ્નમાં નિકટના મિત્રો તથા પરિવારના સભ્યો જ સામેલ રહેશે.

સલમાન ખાન નહીં આવે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સુપરસ્ટાર સલમાન ખાન પરિવાર સાથે લગ્નમાં સામેલ થશે નહીં. ચર્ચા એવી પણ છે કે કેટરીનાએ પહેલી કંકોત્રી સલમાન ખાન તથા તેના પરિવારને આપી હતી. આમ તો ચાહકોને ખ્યાલ જ છે કે કેટરીનાના સલમાન સાથે પારિવારિક સંબંધો છે. સારાનરસા સમયે હંમેશાં બંને એકબીજાની પડખે ઊભા રહ્યા છે. આ લગ્નના ગેસ્ટ લિસ્ટમાં કરન જોહર, કિઆરા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, મીની માથુર-કબીર ખાન, રોહિત શેટ્ટી સામેલ છે. આ ઉપરાંત વરુણ ધવન તથા નતાશા દલાલ પણ આવવાના છે.

કબીર ખાનના ઘરે રોકા સેરેમની યોજાઈ
કેટરીના કૈફ તથા વિકી કૌશલની રોકા સેરેમની દિવાળીના દિવસે ડિરેક્ટર કબીર ખાનના ઘરે યોજાઈ હતી. કેટરીના કૈફ, કબીર ખાનને માનેલો ભાઈ માને છે. આ સેરેમનીમાં કેટરીના તથા વિકીના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. કબીરની પત્ની મીનીએ ઘરને સુંદર રીતે ડેકોરેટ કર્યું હતું. કેટરીના લહેંગામાં ઘણી જ સુંદર લાગતી હતી.

હનીમૂન પર જશે નહીં
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, લગ્ન બાદ વિકી તથા કેટરીના હનીમૂન પર જઈ શકશે નહીં. વર્ક કમિટમેન્ટ્સને કારણે બંને પાસે સમય નથી. લગ્ન બાદ કેટરીના તરત જ ફિલ્મ 'ટાઇગર 3'ના શૂટિંગમાં વ્યસ્ત થશે. ત્યારબાદ તે શ્રીરામ રાઘવનની ફિલ્મમાં બિઝી રહેશે. વિકી કૌશલ ડિરેક્ટર મેઘના ગુલઝારની બાયોપિક સેમ બહાદુરમાં બિઝી રહેવાનો છે.

તડામાર તૈયારીઓ
લગ્નમાં કોણ કોણ આવશે અને એના માટે સુરક્ષા વ્યવસ્થા કઈ રીતે રાખવામાં આવી છે એ અંગે હજી સુધી મેનેજમેન્ટ કંઈ જ કહ્યું નથી. હોટલમાં બુકિંગ કન્ફર્મ થઈ ગયું હોવાથી સ્થાનિક લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.