આમિર ખાન સ્ટારર 'લાલ સિંહ ચઢ્ઢા'ની રિલીઝ ડેટ ફરી એક વખત પોસ્ટપોન કરવામાં આવી છે. હવે આ ફિલ્મ 11 ઓગ્સ્ટ 2022ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. આ વાતની જાણકારી મેકર્સે સોશિયલ મીડિયા પોસ્ટ પર શેર કરીને આપી છે. તેમણે લખ્યું, અમે એ વાતની જાહેરાત કરી રહ્યા છીએ કે લાલ સિંહ ચઢ્ઢા 14 એપ્રિલની જગ્યાએ 11 ઓગસ્ટે રિલીઝ કરવામાં આવશે. આ નિર્ણય અમે એટલા માટે લીધો છે કેમ કે અમારી ફિલ્મ હજુ તૈયાર નથી. આ ફિલ્મમાં આમિરની સાથે કરિના કપૂર ખાન અને નાગ ચૈતન્ય પણ જોવા મળશે.
આમિર ખાન અને કરિના કપૂર સ્ટારર લાલ સિંહ ચઢ્ઢા વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મમાં ત્રણેય 'ખાન' એટલે કે સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર એક સાથે જોવા મળવાના હતા. પરંતુ હવે એવા સમચારા આવી રહ્યા છે કે સિલ્વર સ્ક્રિન પર ત્રણેયને એકસાથે જોવાનું ફેન્સનું સપનું હજુ પૂરું નહીં થાય. છેલ્લા 3 વર્ષથી એવું કહેવામાં આવી રહ્યું હતું કે, આમિર ખાનની આ ફિલ્મમાં સલમાન ખાન અને શાહરૂખ ખાન કેમિયો રોલમાં જોવા મળશે. પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન 'લાલ સિંહ ચઢ્ઢા'નો ભાગ નહીં રહે કેમ કે તેની પાસે શૂટિંગનો સમય નથી. જો કે આ ફિલ્મથી સાઉથ એક્ટર નાગ ચૈતન્ય બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 'સુલ્તાન'ના શૂટિંગના સમયે સલમાન- આમિરની વચ્ચે થોડો અણબનાવ થઈ ગયો હતો. આ કારણથી તે આમિરના કહેવા છતાં પણ આ ફિલ્મને ટાળી રહ્યો છે. હવે જ્યારે ફિલ્મનું શૂટિંગ કમ્પ્લિટ થઈ ચૂક્યું છે અને સલમાનની પાસે અત્યારે સમય નથી, ત્યારે આવી સ્થિતિમાં આમિરે ફિલ્મનો તેનો પાર્ટ કટ કરવાનો નિર્ણય કરવો પડ્યો. સૂત્રોના અનુસાર, આમિરે લાલ સિંહ ચઢ્ઢામાં સલમાન માટે એક સ્પેશિયલ પાર્ટ રિઝર્વ રાખ્યો હતો. જો કે, રિલીઝની ડેટ નજીક આવવાથી તેણે તે પાર્ટ સંપૂર્ણ રીતે કટ કરવાનો નિર્ણય કર્યો છે, જ્યારે કેમિયો શૂટ કરવા માટે ઘણી વખત પ્રયાસ કરવામાં આવ્યા, પરંતુ સલમાનની ડેટ મેચ ન થઈ તેથી હવે તે આ ફિલ્મનો ભાગ નહીં હોય.
'ફોરેસ્ટ ગમ્પ'ની હિન્દી રિમેક
'લાલ સિંહ ચઢ્ઢા' હોલિવૂડ ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની ઓફિશિયલ રિમેક છે. ઓરિજિનલ ફિલ્મમાં લીડ રોલ ફોરેસ્ટનું મગજ થોડું ઓછું કામ કરે છે. તેમ છતાં તે સફળતા પ્રાપ્ત કરે છે અને ફેમસ થઇ જાય છે. પરંતુ તેનો સાચો પ્રેમ તેને છોડીને જતો રહે છે. અદ્વૈત ચંદનના ડિરેક્શનમાં બનનારી હિન્દી રિમેકમાં આમિર ટોમ હેન્કસ દ્વારા પ્લે કરવામાં આવેલો રોલ નિભાવી રહ્યો છે. ફિલ્મના રાઇટર અતુલ કુલકર્ણી આ વાતની પુષ્ટિ કરી ચૂક્યા છે કે આ ફિલ્મ ક્રિસમસને બદલે આવતા વર્ષે રિલીઝ થઇ શકે છે.
ફિલ્મના ડિરેક્ટર ‘સિક્રેટ સુપરસ્ટાર’ ફેમ ડિરેક્ટર અદ્વૈત ચંદન છે. આ ફિલ્મને અલગ-અલગ ભાષામાં એક્ટિંગ કરી ચૂકેલા એક્ટર અતુલ કુલકર્ણીએ લખી છે. ફિલ્મને વાયાકોમ અને આમિર ખાન પ્રોડક્શન સાથે પ્રોડ્યૂસ કરી રહ્યું છે. આ ફિલ્મના રાઇટ્સ મેળવવા માટે આમિર 8 વર્ષથી મહેનત કરી રહ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.