સંપત્તિમાંથી આવક:સલમાન ખાન ફ્લેટ ભાડે આપીને દર મહિને 95 હજારની કમાણી કરશે

મુંબઈ5 મહિનો પહેલા
  • સલમાન ખાને બાંદ્રામાં ડુપ્લેક્સ ભાડે લીધું છે, દર મહિને સાડા આઠ લાખ રૂપિયા ભાડું ભરે છે

સલમાન ખાને મુંબઈ સ્થિત એક અપાર્ટમેન્ટ ભાડે આપ્યું છે. દર મહિને સલમાન ખાનને 95 હજાર રૂપિયા ભાડું મળશે. આ ફ્લેટ બાંદ્રા વેસ્ટમાં શિવ અસ્થાન હાઇટ્સના 14મા માળે છે. જોકે, સલમાન હજી પણ ગેલેક્સી અપાર્ટમેન્ટમાં રહે છે. રિપોર્ટ્સ પ્રમાણે, સલમાન ખાને 6 ડિસેમ્બરના રોજ એગ્રીમેન્ટ રજિસ્ટર્ડ કર્યો હતો. આ એગ્રીમેન્ટ 33 મહિના એટલે કે 3 વર્ષ માટે છે. 738 સ્ક્વેર ફૂટની આ પ્રોપર્ટી માટે 2.85 લાખ રૂપિયા ડિપોઝિટ આપી છે.

બે મહિના પહેલાં સલમાને ભાડેથી ઘર લીધું
સલમાનની પાસે મુંબઈમાં કેટલીક પ્રોપર્ટી છે. આ પહેલાં સલમાન ખાન વેંચર્સ પ્રાઇવેટ લિમિટેડે બાંદ્રામાં મકબા હાઇટ્સમાં 17-18મા માળે ફ્લેટ ભાડે લીધો છે. આ ફ્લેટના માલિક બાબા સિદ્દીકી તથા ઝીશાન સિદ્દીકી છે. આ ફ્લેટ 11 મહિના માટે લેવામાં આવ્યો છે. આ ફ્લેટ 2265 સ્ક્વેર ફુટમાં ફેલાયેલો છે. સલમાન આ ફ્લેટ માટે મહિને 8.5 લાખ રૂપિયા ભાડું ભરે છે.

સલમાન વન બેડરૂમના ફ્લેટમાં રહે છે
ફિલ્મ 'અંતિમ'ના પ્રમોશન માટે સલમાન ખાન 'ધ કપિલ શર્મા શો'માં આવ્યો હતો. અહીંયા સલમાને કહ્યું હતું કે તે એક બેડરૂમના ફ્લેટમાં રહે છે.

હાલમાં સલમાન 'ટાઇગર 3'ના શૂટિંગમાં વ્યસ્ત
સલમાન ખાન હાલમાં 'ટાઇગર 3'ના શૂટિંગમાં વ્યસ્ત છે. સલમાન ખાન 23 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી બ્રેક લેશે. 3 જાન્યુઆરી પછી આ ફિલ્મનું શૂટિંગ દિલ્હી અથવા લખનઉમાં થશે. અહીંયા છ કે સાત દિવસનું શૂટિંગ કરવામાં આવશે.