તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સલમાન ખાન તથા શાહરુખ ખાન બોલિવૂડના બિગેસ્ટ સુપરસ્ટાર છે. થોડાં વર્ષો પહેલાં બંને વચ્ચેના સંબંધો કડવાશભર્યા હતા. જોકે, પછી બંનેમાં પેચઅપ થઈ ગયું હતું. ત્યારબાદ બંને એકબીજાની ફિલ્મમાં કેમિયો કરતા હતા. 2017માં શાહરુખે સલમાનની ફિલ્મ 'ટ્યૂબલાઈટ'માં નાનકડો રોલ પ્લે કર્યો હતો. ત્યારબાદ સલમાને શાહરુખની 'ઝીરો'માં કેમિયો કર્યો હતો.
'પઠાન'માં સલમાન બનશે ટાઈગર
શાહરુખ ખાન અઢી વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક કરી રહ્યો છે. શાહરુખ ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની ફિલ્મ 'પઠાન'માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં સલમાન ખાન પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન ખાન 'એક થા ટાઈગર'માં ભજવેલા ટાઈગરનો રોલ પ્લે કરશે. સલમાન 'ટાઈગર 3'નું શૂટિંગ શરૂ થાય તે પહેલાં આ ફિલ્મનું શૂટિંગ 12 દિવસ સુધી કરશે. 'ટાઈગર 3' તથા 'પઠાન' યશરાજ બેનર પ્રોડ્યૂસ કરી રહ્યું છે.
'પઠાન'માં શાહરુખનો એક્શન અવતાર જોવા મળશે
રિપોર્ટ પ્રમાણે, 'પઠાન'માં જ્હોન અબ્રાહમ તથા દીપિકા પાદુકોણ પણ મહત્ત્વના રોલમાં હશે. આ બંને આવતા વર્ષે જાન્યુઆરીથી શૂટિંગ શરૂ કરશે. જ્હોન તથા શાહરુખ ખાન પહેલી જ વાર સાથે કામ કરશે. તેમની વચ્ચેની એક્શન સીક્વન્સ માટે એક્શન ડિરેક્ટર પરવેઝ શેખને હાયર કર્યો છે. પરવેઝે આ પહેલા 'વૉર', 'બ્રહ્માસ્ત્ર' તથા 'બેલબોટમ' જેવી ફિલ્મના એક્શન સીન કોરિયોગ્રાફ કર્યા છે. કહેવાય છે કે સિદ્ધાર્થ આનંદના ડિરેક્શનમાં બનતી આ ફિલ્મનું શૂટિંગ યશરાજ ફિલ્મ સ્ટૂડિયોમાં શરૂ થશે. મીડિયામાં થતી ચર્ચા પ્રમાણે, ફિલ્મનું પહેલું શિડ્યૂઅલ બે મહિનાનું હશે. નવેમ્બરમાં શરૂ થતાં આ શિડ્યૂઅલમાં માત્ર શાહરુખ ખાન જ શૂટિંગ કરશે. 'વૉર'ની જેમ જ આ ફિલ્મ પણ એક રિવેન્જ ડ્રામા હશે. ફિલ્મ વર્ષ 2022માં રિલીઝ થશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં રોહિત શેટ્ટીની ફિલ્મ 'સિમ્બા'માં અજય દેવગન 'સિંઘમ'ના રોલમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં અક્ષય કુમારનું પાત્ર વીર સૂર્યવંશી ઈન્ટ્રોડ્યૂસ કરવામાં આવ્યું હતું. હવે, 'સૂર્યવંશી'માં 'સિમ્બા' તથા 'સિંઘમ'ના પાત્રો જોવા મળશે.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.