સલમાન ખાનની ફિલ્મ 'રાધે' 13મેના રોજ રિલીઝ થઈ ગઈ છે. 14 મેના રોજ ઈદ છે. સલમાન ખાને આજે (14 મેના) કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. સલમાને મુંબઈ દાદર વિસ્તાર સ્થિત સેન્ટરમાં સેકન્ડ ડોઝ લીધો હતો. સલમાનની સાથે તેનો નાનો ભાઈ સોહેલ ખાન પણ હતો.
બ્લેક ટીશર્ટમાં સલમાન
સલમાન ખાન વેક્સિન સેન્ટર પર આવ્યો ત્યારે તેણે બ્લેક ટી શર્ટ, જીન્સ તથા બ્લેક કેપ પહેરી હતી. તેણે માસ્ક પણ પહેર્યો હતો. સલમાન ખાને 24 માર્ચના રોજ લીલાવતી હોસ્પિટલમાં વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો.
વેક્સિન સેન્ટરની બહાર સલમાન ખાન તથા સોહેલ ખાન
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રજનીકાંતે સેકન્ડ ડોઝ લીધો હતો. આ ઉપરાંત સૈફ અલી ખાન, માધુરી દીક્ષિત, કમલ હાસન, અમિતાભ બચ્ચન, હેમા માલિની ધર્મેન્દ્ર સહિતના સેલેબ્સે વેક્સિન લીધી છે.
સલમાને ચાહકોને અપીલ કરી, ઘરની બહાર ભેગા ના થતા
સલમાન ખાને ઈદ પર ચાહકોને અપીલ કરી હતી, 'મારા ઘરની બહાર ભેગા ના થતાં. આ સમય ઘણો જ મુશ્કેલ છે. દરેક લોકો પોતાના ઘરમાં જ રહીને ઈદ સેલિબ્રેટ કરે. હું નીચે રહું છું અને મારા મમ્મી-પપ્પા ઉપર રહે છે. મારા ભાઈઓ તથા બહેનો આવશે. મને આશા છે કે મારા તથા અન્ય એક પણ સ્ટારના ઘરની બહાર કોઈ ભેગા નહીં થાય.' ઉલ્લેખનીય છે કે સલમાન ખાન મુંબઈમાં ગેલેક્સી અપાર્ટમેન્ટમાં રહે છે.
સલમાનના ઘરની બહાર અર્પિતા, સોહેલ તથા હેલન જોવા મળ્યા હતા
સલમાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે 'કભી ઈદ કભી દિવાલી', 'કિક 2' તથા 'ટાઈગર 3'માં જોવા મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.