મદદ:સલમાન ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 25,000 ડેઇલી વેજ વર્કર્સને આર્થિક સહાય કરશે, બીઇંગ હ્યુમન ફાઉન્ડેશની પહેલ

ahmedabad2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: કોરોના વાઇરસ મહામારી સામે લડવા માટે સરકારની સાથે લોકો પણ આગળ આવી રહ્યા છે. સેલેબ્સ આર્થિક સહાય કરીને તેમનું યોગદાન આપી રહ્યા છે. લોકડાઉનને કારણે શૂટિંગ બંધ છે જેની અસર ઇન્ડસ્ટ્રીના સહારે કામ કરતા ડેઇલી વેજ વર્કર્સ પર પડી છે. આ વર્કર્સને હવે સલમાન ખાન આર્થિક સહાય કરવાનો છે.
ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયન સિને એમ્પ્લોયસ (FWICE)ના જણાવ્યા મુજબ, સલમાન ખાનનું બીઇંગ હ્યુમન ફાઉન્ડેશન આ વર્કર્સની સહાયે આવ્યું છે. FWICEના પ્રેસિડેન્ટ બી એન તિવારીએ કહ્યું કે, સલમાનના એનજીઓએ ત્રણ દિવસ પહેલાં જ ફોન કરી દીધો હતો. અમારી પાસે 5 લાખ જેટલા વર્કર્સ છે જેમાંથી 25,000ને આર્થિક મદદની જરૂર છે. બીઇંગ હ્યુમન ફાઉન્ડેશન આ વર્કર્સની તેમની રીતે કાળજી લેશે. તેમણે આ વર્કર્સની અકાઉન્ટ ડિટેલ્સ માગી છે અને તેઓ ઈચ્છે છે કે પૈસા સીધા તેમના ખાતામાં જ જાય.
આ સિવાય પ્રોડ્યૂસર્સ ગીલ્ડ ઓફ ઇન્ડિયા દ્વારા પણ રિલીફ ફંડનું આયોજન કરવામાં આવ્યું છે જેથી આ મહામારીને કારણે અસરગ્રસ્ત થયેલ ટીવી, ફિલ્મ અને વેબ પ્રોડક્શનના કાર્યકરોને મદદ કરી શકાય. અગાઉ સોનમ કપૂરે કહ્યું હતું કે તે અને તેનો પરિવાર આ વર્કર્સની મદદ કરવાના છે.

અન્ય સમાચારો પણ છે...