તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાળિયાર કેસ:સલમાન ખાનને 28 સપ્ટેમ્બરે જોધપુર કોર્ટમાં હાજર થવાનો આદેશ, આર્મ્સ એક્ટમાં સુનાવણી થશે

જોધપુર4 દિવસ પહેલા
સલમાન ખાનને સજા આપવામાં આવી છે અને હાલમાં તે જામીન પર છે
  • ઓક્ટોબર 1998માં 'હમ સાથ સાથ હૈ'ના શૂટિંગ દરમિયાન સલમાન ખાને કાંકાણી ગામની નજીક બે કાળિયારનો શિકાર કર્યો હોવાનો આરોપ
  • સલમાન ખાન હાજર ના થવું પડે તે માટે અપીલ કરી શકે છે, પહેલા પણ ઘણીવાર કોર્ટમાં હાજર થયો નથી

કાળિયાર હરણ તથા આર્મ્સ એક્ટ કેસમાં સલમાન ખાનને જિલ્લા તથા સેશન્સ કોર્ટે 28 સપ્ટેમ્બરના રોજ હાજર થવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં આજે, 14 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સલમાનની અરજી પર કાળિયાર હરણ શિકાર પ્રકરણ તથા રાજ્ય સરકારની અરજી પર આર્મ્સ એક્ટ પ્રકરણની સુનાવણી પૂરી થઈ શકી નથી. સલમાનને 28 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાનું કહેવામાં આવ્યું છે. સલમાને આ પહેલા પણ કોર્ટમાં હાજર ના રહેવું પડે તે માટે અપીલ કરી હતી અને આ અપીલનો સ્વીકાર કરી લેવામાં આવ્યો હતો. હવે 28 સપ્ટેમ્બરે સલમાન આવે છે કે પછી હાજર ના થવા માટે અપીલ કરે છે, તે હજી નક્કી નથી.

શું છે કેસ?
1998માં જોધપુરમાં ફિલ્મ 'હમ સાથ સાથ હૈં'ના શૂટિંગ દરમિયાન સલમાન ખાન પર કાળિયાર હરણનો શિકાર કરવાનો આરોપ હતો, જેમાં સલમાન પર ચાર કેસ કરવામાં આવ્યા હતાં. ત્રણ કેસ કાળિયાર હરણ કેસના તથા એક કેસ આર્મ્સ એક્ટ હેઠળ થયો હતો. કાળિયાર હરણ કેસમાં બે દાયકા સુધી સુનાવણી થઈ હતી અને ત્યારબાદ કોર્ટે સલમાનને દોષીત જાહેર કરીને પાંચ વર્ષની સજા ફટકારી હતી. આ કેસમાં સહ આરોપી સૈફ અલી ખાન, નીલમ, તબ્બુ તથા સોનાલી બેન્દ્રેને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા. પાંચ વર્ષની સજા મળ્યા બાદ સલમાન જેલમાં ગયો હતો. હાલમાં સલમાન જામીન પર છે. સલમાને આ ચુકાદાને પડકાર્યો છે. સલમાનને આર્મ્સ એક્ટમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. કોર્ટના આ નિર્ણયને રાજ્ય સરકારે ઉપલી અદાલતમાં પડકાર્યો છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો