ભાઈજાનની નારાજગી:સલમાન ખાને કોર્ટમાં પડોશી કક્કડને કહ્યું, પ્રોપર્ટી વિવાદમાં ધર્મને વચ્ચે ના લાવશો

મુંબઈ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સલમાને પનવેલ ફાર્મહાઉસના પડોશી કેતન કક્કડ પર માનહાનિનો કેસ કર્ય ોછે

સલમાન ખાને પનવેલ ફાર્મહાઉસના પડોશી કેતન કક્કડ વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો છે. એક્ટરે કોર્ટમાં કેતનને કહ્યું હતું કે કેસમાં તે ધર્મને વચ્ચે ના લાવે. કેતને એક ઇન્ટરવ્યૂમાં સલમાન પર અનેક આરોપો મૂક્યા હતા.

કક્કડે બાળ તસ્કરીનો આરોપ મૂક્યો હતો
સલમાનના પડોશી કેતન કક્કડે એક યુટ્યૂબરને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઇન્ટરવ્યૂમાં કેતને એક્ટર પર વિવિધ આરોપો મૂક્યા હતા. સલમાન ખાને કોર્ટમાં કેતનને બદનામી કરતાં અટકાવવાનો તથા તમામ વીડિયો હટાવવા માટેનું કહ્યું છે. કક્કડે સલમાન પર ડી ગેંગ માટે કામ કરવાનો તથા તેની ધાર્મિક ઓળખ પર ટિપ્પણી કરી છે. આ સાથે જ કક્કડે સલમાન પર રાજ્યની સત્તાધારી પાર્ટી સાથે જોડાયેલો હોવાનો તથા બાળ તસ્કરી કરતો હોવાનો આરોપ મૂક્યો છે.

સંપત્તિ વિવાદમાં ધર્મ કેમ વચ્ચે લાવો છો?: સલમાન
ગુરુવાર, 20 જાન્યુઆરીના રોજ કોર્ટમાં આ કેસની બે કલાક સુનાવણી થઈ હતી. આ દરમિયાન સલમાનના વકીલે કહ્યું હતું કે કોઈ પણ પેપર પ્રૂફ વગર આ તમામ આરોપો કેતનના મનની ઉપજ છે. પ્રોપર્ટી વિવાદમાં તેઓ સલમાનની પર્સનલ રેપ્યુટેશનને કેમ ખરાબ કરે છે, આ વિવાદમાં તે એક્ટરના ધર્મને કેમ વચ્ચે લાવે છે, તેના પિતા મુસ્લિમ, માતા હિંદુ તથા ભાઈઓએ હિંદુ યુવતી સાથે લગ્ન કર્યાં છે. તેઓ સાથે મળીને તમામ તહેવાર સેલિબ્રેટ કરે છે.

વધુમાં સલમાનના વકીલે કહ્યું હતું કે તેઓ એક ભણેલા-ગણેલા વ્યક્તિ છે. કોઈ ગુંડા છાપ તો છે નહીં કે આ પ્રકારના આરોપો મૂકે. આજકાલ તો સૌથી સરળ કામ એ છે કે કેટલાંક લોકોને ભેગા કરો અને પછી સોશિયલ મીડિયામાં આવીને પોતાનો તમામ ગુસ્સો ઢાલવી દેવો.

કક્કડે શું દાવો કર્યો હતો?

  • મને જે જમીનનો પ્લોટ ફાળવવામાં આવ્યો હતો તે પ્લોટ કથિત રીતે તેમના તથા ખાનની મિલીભગતને કારણે વન વિભાગે રદ્દ કર્યો.
  • ખાને મારી પ્રોપર્ટીમાં એન્ટ્રી તથા એક્ઝિટ જગ્યાને ગેરકાયદેસર રીતે પડાવી લીધી અને ગેટ બનાવીને બ્લોક કરી દીધી છે.
  • સલમાને ઇકો ફ્રેન્ડલી ગણેશ મંદિર બનાવ્યું છે. મંદિર સુધી જવવાનો રસ્તો સલમાને બ્લોક કરી દીધો છે.
  • સલમાનને જમીનનો એક ટુકડો હડપ કર્યો છે.