ઓવરસીઝ બોક્સ ઓફિસ કલેક્શન:સલમાન ખાનની ‘રાધે’ ફિલ્મે પ્રથમ દિવસે 4.4 કરોડ રૂપિયાની કમાણી કરી, 42 લાખ વ્યૂઝ સાથે સૌથી વધુ લોકોએ જોયેલી ફિલ્મ બની

એક વર્ષ પહેલા
  • કોરોના મહામારીને લીધે ફિલ્મ ભારતના થિયેટર્સમાં રિલીઝ ના થઇ શકી
  • ઓવરસીઝમાં ફિલ્મને કોરોના ટાઈમમાં પણ સારો રિસ્પોન્સ મળ્યો છે

દુનિયાભરના થિયેટર્સમાં સલમાન ખાન સ્ટારર ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ફિલ્મ’ 2 દિવસ પહેલાં એટલે કે 13 મેના રોજ રિલીઝ થઇ ગઈ છે. ફિલ્મ થિયેટર ઉપરાંત OTT અને DTH પ્લેટફોર્મ પર પણ રિલીઝ થઇ ગઈ છે. કોરોના મહામારીને લીધે ફિલ્મ ભારતના થિયેટર્સમાં રિલીઝ ના થઇ શકી, પરંતુ ઓવરસીઝમાં ફિલ્મને કોરોના ટાઈમમાં પણ સારો રિસ્પોન્સ મળ્યો છે. ટ્રેડ એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે, રાધેનું પ્રથમ દિવસનું ઓવરસીઝ બોક્સ ઓફિસ કલેક્શન આશરે 4.4 કરોડ રૂપિયા થયું છે.

અમેરિકામાં પ્રથમ દિવસે આશરે 40 લાખ રૂપિયાની કમાણી
ટ્રેડ એનાલિસ્ટ તરુણ આદર્શે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ફિલ્મના વન-ડે કલેક્શન વિશે માહિતી આપી છે. ઓવરસીઝમાં ફિલ્મે સારી કમાણી કરી છે. ઓસ્ટ્રેલિયામાં 35.71 લાખ રૂપિયા, ન્યૂઝી લેન્ડમાં 5.90 લાખ રૂપિયા કમાણી કરી છે. અમેરિકામાં આશરે 40 લાખ રૂપિયાની કમાણી થઇ, એનાલિસ્ટને આશા છે કે વીકેંડમાં ફિલ્મ સારું પ્રદર્શન કરશે.

OTT પ્લેટફોર્મ ઝી ફાઈવ પર સૌથી વધારે જોવાયેલી ફિલ્મ બનતા સલમાને પોસ્ટ કરીને દર્શકોનો આભાર માન્યો હતો.

સર્વર ક્રેશ
યુઝર્સની સંખ્યા વધારે હોવાથી સર્વર ક્રેશ થઈ ગયું હતું. જોકે, ઝી ફાઈવની ટીમે એક કલાકની અંદર એપને યોગ્ય રીતે કામ કરતી કરી દીધી હતી. આ પહેલાં સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'દિલ બેચારા' હોટ સ્ટાર પર રિલીઝ થઈ ત્યારે સર્વર ક્રેશ થયું હતું. એક બાજુ ઝી ફાઈવના સર્વરમાં પ્રોબ્લમ થયો તો બીજી બાજુ કેટલાંક યુઝર્સે ઝી 5 પ્રીમિયર પર 'રાધે' રિલીઝ ના થઈ હોવાની ફરિયાદ કરી હતી. જે લોકોની પાસે ઝી 5 પ્રીમિયરનું સબસ્ક્રિપ્શન છે, તેમને પણ અલગથી રૂપિયા ભરવા પડશે. ઝી ગ્રુપે આ ફિલ્મના રાઈટ્સ 170 કરોડમાં ખરીદ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ ગયા વર્ષે 2020માં ઈદ પર આવવાની હતી. જોકે, કોરોનાને કારણે શક્ય બન્યું નહીં. ત્યારબાદ આ વર્ષે જાન્યુઆરીમાં ફિલ્મને ઈદ પર થિયેટરમાં રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, કોરોનાની બીજી લહેરને કારણે આ વખતે મોટાભાગના રાજ્યોમાં લૉકડાઉન હોવાને કારણે થિયેટર બંધ છે.

અન્ય સમાચારો પણ છે...